સંસદમાં હવે ધક્કા મુક્કી..ભાજપના સાંસદ પડ્યા, રાહુલ પર આરોપ
રાહુલે કહ્યું કે ભાજપના સાંસદોએ મને ધક્કો માર્યો અને ધમકાવ્યો, ભાજપના સાંસદો અમને સંસદમાં જતા રોકી શકે નહીં

સંસદમાં હવે ધક્કા મુક્કી..ભાજપના સાંસદ પડ્યા, રાહુલ પર આરોપ

સંસદમાં હવે ધક્કા મુક્કી..ભાજપના સાંસદ પડ્યા, રાહુલ પર આરોપ
ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપ સારંગી ગુરુવારે સંસદમાં ઘાયલ થયા હતા. તે સંસદભવનની સીડી પરથી નીચે પડી ગયા હતો અને તેમને વ્હીલચેરમાં બેસાડી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને ધક્કો માર્યો જેના કારણે તે પડી ગયા હતા અને ઘાયલ થયા છે.
સારંગીએ કહ્યું, “હું સીડી પર ઊભો હતો. ત્યારે રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે મારા પર પડ્યા હતા. જેના કારણે હું પડી ગયો અને ઈજાગ્રસ્ત થયો છું.
આ સાથે જ રાહુલ ગાંધીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, બધું કેમેરામાં કેદ થઈ ગયું છે. હું ગૃહમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ભાજપના સાંસદોએ મને ધક્કો માર્યો અને ધમકાવ્યો. તેમણે આગળ કહ્યું, ધક્કા મુક્કી કરવાથી અમને કંઇ થતું નથી. અમે સંસદની અંદર જઈ રહ્યા હતા. ભાજપના સાંસદો અમને સંસદમાં જતા રોકી શકે નહીં
રાહુલે કહ્યું કે સંસદમાં જવું મારો અધિકાર છે. મને કોઈ રોકી શકે તેમ નથી. હું સંસદની અંદર જવા માંગતો હતો. પરંતુ, મને અટકાવવામાં આવ્યો હતો. ભાજપના સાંસદ સતત મને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ મને પ્રવેશદ્વાર પર રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ,કોંગ્રેસ સાંસદે કહ્યું, કે આ લોકો સતત બંધારણ પર હુમલો કરી રહ્યા છે. આ લોકો બી.આર. આંબેડકરની સ્મૃતિને નષ્ટ કરવા માંગે છે, પરંતુ અમે એવું થવા દઈશું નહીં.
આ દરમિયાન પ્રિયંકા ગાંધીને પણ પૂછવામાં આવ્યું કે શું તેમને પણ ધક્કો મારવામાં આવ્યો હતો તો તેમણે આ અંગે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.
તમને જણાવી દઈએ કે સંસદ ભવન સંકુલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આમડેકરના સંદર્ભમાં કરવામાં આવેલી ટિપ્પણી સામે ઈન્ડિયા બ્લોકના નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા નેતાઓ અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ડો.આંબેડકરની પ્રતિમાથી મકર દ્વાર સુધી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
—IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?