નવસારીના સાંસદ સી. આર. પાટીલ પર લાગ્યો ગંભીર આરોપ
ગુજરાત કોંગ્રેસ પ્રમુખે પુરાવા સાથે નવસારીના સાંસદ સી આર પાટીલ પર લગાવ્યો ગંભીર આરોપ
કોગ્રેસે લગાવ્યા ગંભીર આરોપ
કોગ્રેસે લગાવ્યા ગંભીર આરોપ
ઉલ્લેખ નીય છે કે વિપક્ષના નેતા રાહુૂલ ગાંધી દ્વારા હાલ સમગ્ર ભારતમાં વોટર અધીકાર યાત્રા યોજવામાં આવી રહી છે, જેણે લોકસભાની ચૂટણીમાં મોટા પાયે વોટ ચોરી થઈ હોવાનો મામલો સામે લાવ્યો છે. ત્યારે આ તમામ વાતો વચ્ચે ગુજરાત કોંગ્રસ પ્રમુખ દ્વારા પણ ગુજરાતમાં તમામ ડેટા ચેક કરીને ગુજરાતમાં પણ વોટચોરી થઈ છે કે કેમ અને જો થઈ છે તો કેટલી અને કેવી રીત થઈ છે તેની તપાસ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાતમાં મતદારોની યાદીમાં ગેરરીતિ અને વોટ ચોરીનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ મામલે પ્રાથમિક ચકાસણી કરીને ભાજપ સરકાર પર લોકશાહીના પાયાને ખોખલું કરવાના પ્રયાસોનો સીધો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, રાજ્યમાં નકલી મતદારોની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે, જે ચૂંટણી પરિણામોને સીધી રીતે પ્રભાવિત કરી રહ્યો છે.
નવસારી લોકસભા બેઠકનું ચોંકાવનારું ઉદાહરણકોંગ્રેસે નવસારી લોકસભા બેઠકની 84 વિધાનસભા મતદાર યાદીઓની ચકાસણી કરીને આ મુદ્દાને સમર્થન આપ્યું છે. આ ચકાસણીમાં સામે આવ્યું છે કે, કુલ 6.9 લાખ મતદારોમાંથી 40% એટલે કે 2.40 લાખ મતદારોમાંથી 30 હજાર મતદારો નકલી છે. આ આંકડો કુલ મતદારોના 12.3% જેટલો થાય છે, જેને કોંગ્રેસે "ભૂતિયા મતદારો" ગણાવ્યા છે. આ ખાસ કરીને મોટા નેતાઓના વિસ્તારોમાં થયેલી વોટ ચોરીને કારણે આશ્ચર્યજનક પરિણામો મળ્યા હોવાનું માનવામાં આવે છે, જેના કારણે રેકોર્ડ બ્રેક મતોથી જીતવા પાછળ આ વોટ ચોરી તો કારણ નથી ને? તેવા સવાલો ઉભા થયા છે.

કોંગ્રેસે આ વોટ ચોરીની પાંચ મુખ્ય પદ્ધતિઓનો ખુલાસો કર્યો છે:
સ્પેલિંગમાં વિવિધતા: એક જ વ્યક્તિના નામના સ્પેલિંગમાં ફેરફાર કરીને બહુવિધ વોટ બનાવવામાં આવે છે.
એકથી વધુ EPIC નંબર: એક જ વ્યક્તિને એકથી વધુ એપિક નંબર ફાળવવામાં આવે છે.
એક વ્યક્તિ, બે વોટ: એક વ્યક્તિ જુદા જુદા વિસ્તારમાં બે જગ્યાએ મત આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.
ભાષાકીય ઓળખ: ગુજરાતી ભાષાની સાથે અન્ય ભાષાઓનો ઉપયોગ કરીને મતદારોની ઓળખ છુપાવવામાં આવે છે.
એડ્રેસ બદલવું: મતદારોનું સરનામું બદલીને એક જ વિસ્તારમાં અનેક મતદારો દર્શાવવામાં આવે છે.
આ પદ્ધતિઓ એટલી સાવચેતીપૂર્વક કરવામાં આવી છે કે ડિજિટલ રીતે પણ તેને પકડવી મુશ્કેલ બને છે.
રાષ્ટ્રવ્યાપી અસર અને કોંગ્રેસની લડતકોંગ્રેસના જણાવ્યા અનુસાર, જો સમગ્ર ગુજરાતના 5.6 કરોડ મતદારો પર આ 12.3%નો આંકડો લાગુ કરવામાં આવે, તો 62 લાખ મતદારોની ચોરી થતી જોવા મળી રહી છે, જે લોકશાહી માટે એક મોટો ખતરો છે. કોંગ્રેસે આને "ચોકીદારો જ ચોર છે" ગણાવતા કહ્યું છે કે, મતદારોની ચકાસણી એ આપણા સૌની ફરજ છે.

આ લડાઈ માત્ર કોંગ્રેસ પક્ષની નથી, પરંતુ વોટ ચોરોને ખુલ્લા પાડવાની આપણા સૌની જવાબદારી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા 2027 સુધી વોટચોરોને ખુલ્લા પાડવાનું અભિયાન ચાલુ રહેશે. આ લડતના ભાગરૂપે, કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે **'વોટર અધિકાર જનસભા'**નું આયોજન કરવામાં આવશે. જો ઇલેક્શન કમિશન પોતાની જવાબદારી યોગ્ય રીતે પૂરી નહીં પાડે, તો કોંગ્રેસ આ મામલે ન્યાયાલયમાં પણ જશે.

કોંગ્રેસનું સૂત્ર છે, "જેટલા મોટા નેતા, તેટલી મોટી ચોરી". આ ગંભીર મુદ્દો લોકશાહીના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે, અને હવે જોવાનું એ રહેશે કે આ લડત કઈ દિશામાં આગળ વધે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!