ગુજરાતમાં આવેલા પીએમ મોદી માટે આજનો દિવસ ખાસ..વાંચો કેમ
આજનો દિવસ ભારતના રાજકારણમાં મહત્વનો

આજનો દિવસ ભારતના રાજકારણમાં મહત્વનો

આજનો દિવસ ભારતના રાજકારણમાં મહત્વનો
આજે 26 મે છે અને આજનો દિવસ ભારતના રાજકારણમાં મહત્વનો છે. આજનો દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ મહત્વનો છે. 2014માં 26મેના રોજ જ ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે પહેલી વાર શપથ લીધા હતા. તેઓ પહેલી વખત જ સાંસદ તરીકે પણ ચુંટાયા હતા.
2012માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ 2013ની 13 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી મોદીને લોકસભા 2014ની ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યાં અને તેઓ વડોદરા તથા વારાણસી બેઠક પરથી પહેલીવાર લોકસભા ચૂંટણી લડીને જંગી બહુમતીથી વિજયી બન્યા. તેમના નેતૃત્વમાં યોજાયેલી આ લોકસભા ચૂંટણી ભાજપે સ્થાપના બાદ પહેલીવાર એકલે હાથે સંપૂર્ણ બહુમતી મેળવી અને 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી વારાણસીથી લોકસભા લડી જંગી લીડથી જીત્યા. જ્યારે ભાજપે મોદીના નેતૃત્વમાં યોજાયેલી લોકસભા 2019 ચૂંટણીમાં પણ ઈતિહાસ સર્જીને પહેલીવાર 303 બેઠકો મેળવી હતી અને ત્યારબાદ 2024 પણ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લીધા હતા.
તેઓ ચાર વખત મુખ્યમંત્રી એટલે કે તેર વર્ષ સુધી ગુજરાત પર શાસન કર્યા બાદ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદી સાડા અઢાર વર્ષ સુધી સીએમથી પીએમની સફર કર્યા બાદ હવે વધુ પાંચ વર્ષ માટે પીએમ પદ સંભાળી રહ્યા છે. તે જોતા નરેન્દ્ર મોદીની 52 વર્ષની સંગઠન અને સત્તાની સફરમાં પીએમ પદની આગામી પાંચ વર્ષની ટર્મ સાથે કુલ 23 વર્ષ સત્તાના સુત્રો સંભાળશે. જ્યારે 29 વર્ષ સુધી સંગઠન સંભાળ્યું છે.
1980માં જનસંઘમાંથી ભાજપની સ્થાપના બાદ ભાજપમાં જોડાયેલા નરેન્દ્ર મોદીએ 1984માં પ્રથમ વખત પ્રદેશ સંગઠનનું મંત્રીપદ સંભાળ્યું હતું. ત્યાર પછી 1987માં તેઓ ભાજપના પ્રદેશ મહામંત્રી બન્યા હતા. આ દરમિયાન અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં તેમને ઈન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌપ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપ સંગઠનની સાથે ચૂંટણી સંચાલનમાં માહેર બનેલા નરેન્દ્ર મોદીએ 1990માં વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રદેશ મહામંત્રીની સાથે ચૂંટણીની જવાબદારી પણ સંભાળી આ ચૂંટણીમાં ભાજપે 67 બેઠકો પર વિજય મેળવ્યો અને જનતાદળ સાથે ગઠબંધન કરીને ભાજપ ગુજરાતમાં સત્તામાં પ્રથમવાર સત્તામાં ભાગીદાર બન્યો.
2024ની સંસદીય ચૂંટણીમાં વધુ એક નિર્ણાયક વિજય પછી, શ્રી નરેન્દ્ર મોદીએ 9 જૂન 2024ના રોજ ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા. સ્વતંત્રતા પછી જન્મેલા પ્રથમ વડા પ્રધાન, શ્રી મોદી અગાઉ 2014 થી 2019 અને 2019 થી 2024 સુધી ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. ઓક્ટોબર 2001 થી મે 2014 સુધીના તેમના કાર્યકાળ દરમિયાન તેઓ ગુજરાતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપનારા હોવાનું પણ ગૌરવ ધરાવે છે.
2014 અને 2019ની સંસદીય ચૂંટણીઓમાં, શ્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ બંને વખત સંપૂર્ણ બહુમતી મેળવી. છેલ્લી વખત કોઈ રાજકીય પક્ષને સંપૂર્ણ બહુમતી 1984ની ચૂંટણીમાં મળી હતી.
1988થી 1995 દરમિયાન, નરેન્દ્ર મોદીની એક કુશળ રણનીતિકારના રૂપમાં ઓળખ ઊભી થઈ. આ દરમિયાન, મોદીને બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઘટનાઓના આયોજનની જવાબદારી સોંપાઈ. જેમાં તેઓ 1990માં યોજાયેલી લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા સારથી બન્યા અને ત્યારબાદ 1991 કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રામાં ડૉ.મુરલી મનોહર જોશી સાથે મળીને કાશ્મીરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!