મમતા બેનરજી વકીલના ડ્રેસમાં હાઈકોર્ટ પહોંચ્યા
ચૂંટણી પછીની હિંસા મામલે પોતે જ કરશે દલીલો

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા
Mamata Banerjee Appear In Calcutta High Court: પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ બાદ એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનરજી ગુરુવારે કલકત્તા હાઈકોર્ટમાં વકીલના કાળા કોટ અને ગળામાં બેન્ડ પહેરીને હાજર થયા હતા. તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ રાજ્યમાં ફાટી નીકળેલી હિંસા અંગેની જાહેર હિતની અરજી (PIL) પર પોતાનો પક્ષ રજૂ કરવા માટે મમતા બેનરજીએ પોતે જ મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે.
શું છે સમગ્ર મામલો?
બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વ્યાપક હિંસાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. TMC નેતા કલ્યાણ બેનરજીના પુત્ર શિર્ષમણ્ય બેનરજીએ આ અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અનેક વિસ્તારોમાં પાર્ટી કાર્યાલયો અને કાર્યકરો પર હુમલા કરવામાં આવ્યા છે અને અનેક લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે. આ મામલાની ગંભીરતાને જોતા મુખ્ય ન્યાયાધીશ એચ.સી. સુજોય પોલની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર મમતાનો વીડિયો વાયરલ
તૃણમૂલ કોંગ્રેસે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મમતા બેનરજીનો કોર્ટમાં પ્રવેશતો વીડિયો શેર કર્યો છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, "આપણા નેતા મમતા બેનરજીએ આજે બંગાળમાં ભાજપ દ્વારા આચરવામાં આવેલી હિંસા વિરુદ્ધ કેસ લડવા માટે વ્યક્તિગત રીતે કોર્ટની મુલાકાત લીધી છે." પાર્ટીએ વધુમાં ઉમેર્યું કે, મમતા બેનરજીએ ફરી સાબિત કર્યું છે કે તેઓ મુશ્કેલીના સમયે બંગાળના લોકોને એકલા છોડતા નથી અને સત્ય તથા ન્યાય માટે તે હંમેશા લડતા રહેશે.
Our Hon’ble Chairperson Smt @MamataOfficial personally reached the Calcutta High Court today to argue in a matter concerning the widespread post-poll violence unleashed across Bengal by @BJP4Bengal.
— All India Trinamool Congress (@AITCofficial) May 14, 2026
Once again, she has shown what truly sets her apart -
She NEVER abandons the… pic.twitter.com/8OkszMxaYa
ભાજપની ઐતિહાસિક જીત અને મમતાનો પરાજય
નોંધનીય છે કે, આ વખતે પશ્ચિમ બંગાળમાં રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. 15 વર્ષ સુધી એકહથ્થુ શાસન કરનાર તૃણમૂલ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે 207 બેઠકો જીતીને બે તૃતીયાંશ બહુમતી સાથે પ્રથમ વખત બંગાળમાં સત્તાના સૂત્રો સંભાળ્યા છે. બીજી તરફ, TMC માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે. ખુદ મમતા બેનરજી પોતાની પરંપરાગત બેઠક ભવાનીપુર પરથી પણ ચૂંટણી હારી ગયા છે. સત્તા ગુમાવ્યા બાદ હવે મમતા બેનરજી વિરોધ પક્ષના નેતા તરીકે નહીં, પરંતુ એક કાયદાકીય લડવૈયા તરીકે મેદાનમાં આવ્યા છે. વકીલાતનો અભ્યાસ કરી ચૂકેલા મમતા બેનરજીનો આ અંદાજ આગામી સમયમાં બંગાળના રાજકારણમાં નવા વળાંકો લાવી શકે છે. હાલમાં સમગ્ર દેશની નજર હાઈકોર્ટની સુનાવણી અને મમતા બેનરજીની દલીલો પર ટકેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભાજપમાં જિલ્લા પ્રમુખોથી લઈને IT, મીડિયા અને સોશિયલ મીડિયા સુધી નવી જવાબદારીઓ...બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ.

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.