'AAP'ને મોટો ફટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તમામ હોદ્દા છોડ્યા...
ઉમેશ મકવાણા જેવા પાયાના નેતાનું રાજીનામું 'AAP'ના ગુજરાતમાં ધૂંધળા ભવિષ્ય તરફ ઈશારો કરે છે...

'AAP'માં ભંગાણ...

'AAP'માં ભંગાણ...
આમ આદમી પાર્ટી (AAP) માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં માંડ માંડ પગ જમાવી રહેલી 'AAP'ને મોટો ફટકો પડ્યો છે, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ (Umesh Makwana) 'આપ'ના તમામ હોદ્દા પરથી રાજીનામું (resignation from all AAP posts) આપી દીધું છે. જોકે, તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું નથી, જે દર્શાવે છે કે આ માત્ર 'પાર્ટી'થી નારાજગી છે કે પછી કોઈ મોટી રાજકીય ઉથલપાથલની શરૂઆત?
આંતરિક કલહનો પર્દાફાશ, નેતૃત્વ સામે સવાલો...
છેલ્લા ઘણા સમયથી ઉમેશ મકવાણા 'AAP'ની લીડરશીપથી નારાજ (unhappy with AAP leadership) હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. તેમનું આ રાજીનામું સ્પષ્ટપણે દર્શાવે છે કે, 'AAP' ગુજરાતમાં ભલે બહારથી મજબૂત દેખાતી હોય, પરંતુ તેની અંદર આંતરિક કલહ (internal conflict) અને અસંતોષ ચરમસીમાએ છે. શું 'AAP'નું નેતૃત્વ પોતાના જ ધારાસભ્યોને સાચવી શકતું નથી? શું ગુજરાતમાં 'AAP'નું સંગઠન માત્ર કાગળ પર જ મજબૂત છે?
આ પણ વાંચો : Rajkot : ગોંડલમાં ફરી ગુંડાગીરીનો વધુ એક કિસ્સો, સોશિયલ મીડિયા પર Video Viral
'AAP'નું ભવિષ્ય અધ્ધરતાલ...
ઉમેશ મકવાણા જેવા પાયાના નેતાનું રાજીનામું એ 'AAP' માટે ગંભીર સંકેત છે. જો ધારાસભ્યો જ પાર્ટીથી નારાજ હોય, તો કાર્યકર્તાઓ અને મતદારોમાં કેવો સંદેશ જશે? શું આ રાજીનામું માત્ર એક શરૂઆત છે અને આગામી સમયમાં 'AAP'માં વધુ ભંગાણ જોવા મળશે? ગુજરાતમાં ત્રિ-પાંખિયો જંગ રચવાની વાતો કરનારી 'AAP' જો પોતાના જ ઘરને સાચવી નહીં શકે, તો તેનું રાજકીય ભવિષ્ય ધૂંધળું બનશે તે નિશ્ચિત છે. 'આપ'નું હાઈકમાન્ડ આ મામલે શું પગલાં લે છે અને ઉમેશ મકવાણાને મનાવવામાં સફળ થાય છે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો : Rajkot : ડોક્ટરે પોતાના નામનો જ લાખો રૂપિયાનો નકલી વીમો પકાવ્યો, થયો પર્દાફાશ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!