કાંતિ અમૃતિયા રાજીનામુ લઇને ગાંધીનગર રવાના, રસપ્રદ બની સ્થિતી
શું કાંતિભાઇ ખરેખર રાજીનામુ આપી દેશે કે પછી માની જશે

શું કાંતિભાઇ ખરેખર રાજીનામુ આપી દેશે કે પછી માની જશે

શું કાંતિભાઇ ખરેખર રાજીનામુ આપી દેશે કે પછી માની જશે
ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આંદોલન દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાને મોરબીમાંથી ચૂંટણી લડવાની ખુલ્લી ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જને ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી લેતાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. કાંતિ અમૃતિયાએ જાહેર કર્યું હતું કે, "હું સોમવારે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રાજીનામું આપીશ. ગોપાલ ઈટાલિયા મોરબીમાંથી ચૂંટણી લડે, અને જો તે જીતે તો હું તેને બે કરોડ રૂપિયા આપીશ." આ નિવેદનથી રાજકીય વાતાવરણમાં હલચલ મચી ગઈ હતી.
હવે આખરે એ સોમવાર આવી ગયો છે Dvs મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા સાથે ગાંધીનગર જવા રવાના થઇ ગયા છે. સોમવારે સવારે તેઓ મોરબીના સર્કિટ હાઉસ ખાતેથી તેમના સમર્થકોની ગાડીના કાફલા સાથે ગાંધીનગર રવાના થયા છે.
મોરબીમાં આંદોલન સમયે વારંવાર વિસાવદર વાળી કરવાની ચીમકી આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કાંતિભાઇ અમૃતિયાએ કહ્યું કે ગોપાલ ઇટાલીયા રાજીનામું આપી મોરબી ચૂંટણી લડવા આવે તો હું પણ રાજીનામું મુકવા તૈયાર છું
વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક ઉપર જીત થતા મોરબીમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ લોકોને ઉશ્કેરી તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હોવાનું કાંતિભાઇએ જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે ગોપાલ ઈટાલિયાએ આ ચેલેન્જનો જવાબ એક વીડિયો દ્વારા આપ્યો. તેમણે કહ્યું, "મોરબીના ધારાસભ્યએ મને ચૂંટણી લડવાની ચેલેન્જ આપી છે, અને હું તે સ્વીકારું છું. તેઓ 12 તારીખે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજીનામું આપે, હું તૈયાર છું. ફરી જવાની જરૂર નથી, ગોપાલ ઈટાલિયા તમારો પડકાર સ્વીકારે છે." આ ઘટનાક્રમથી મોરબીનું રાજકારણ રસપ્રદ વળાંક લઈ રહ્યું છે. બંને પક્ષોની આ ખુલ્લી ચેલેન્જથી લોકોમાં ઉત્સુકતા વધી છે કે આગળ શું થશે.
આ પણ વાંચો---
Morbi માં રાજકીય રંગ: ધારાસભ્યોની ચેલેન્જ અને ગોપાલ ઈટાલિયાનો જવાબ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?