જવાહર ચાવડા હવે શું રાજકિય નવાંજૂની કરશે?
જૂનાગઢ ભાજપમાં અફવાઓ ગરમ, ચાવડા પક્ષ બદલી શકે તેવી ચર્ચા તેજ
ભાજપના નેતા અને ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડા
ભાજપના નેતા અને ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડા
જૂનાગઢના રાજકારણમાં ભારે હલચલ છે. ભાજપમાં જોડાયા બાદથી અસંતુષ્ટ ચાલતા જવાહર ચાવડા ફરી એકવાર નવો રાજકીય રસ્તો અપનાવી શકે છે તેવી ચર્ચા જોર પકડી રહી છે.
હાલમાં તેમના વિશ્વાસુ સાથી જીવાભાઈ મારડિયા અને અન્ય સ્થાનિક નેતાઓએ ભાજપનો ત્યાગ કરી આપમાં જોડાયા, જેને કારણે આ અટકળો વધુ તેજ થઈ છે. ખાસ કરીને, આ નેતાઓ ચાવડાના નિકટના ટેકેદાર ગણાતા હોવાથી હવે તેમના પોતાના રાજકીય પગલાં અંગે સવાલો ઊભા થયા છે.
https://youtu.be/R1BICB7ccqo?si=sysqTHNRPFwk_AZa
ચાવડાના રાજકીય સફરના ઉતાર-ચઢાવ નોંધપાત્ર છે. ૨૦૧૭માં કોંગ્રેસથી જીત્યા, બાદમાં ભાજપમાં આવી મંત્રી બન્યા, પેટાચૂંટણી જીતી પણ ૨૦૨૨માં કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે પરાજય ભોગવવો પડ્યો. ૨૦૨૪ની પેટાચૂંટણીમાં ભાજપે જીત મેળવી પરંતુ લાડાણીએ ચાવડાના જૂથ પર પક્ષવિરુદ્ધ કાર્ય કરવાનો આરોપ મૂક્યો.
ચાવડાની અસંતોષની છાપ સ્પષ્ટ છે. તેમણે અનેકવાર સોશિયલ મીડિયા પર ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર અંગે આક્ષેપ કર્યા, વડાપ્રધાનને પત્ર લખ્યો. વિસાવદર પેટા ચૂંટણીમાં AAPના ગોપાલ ઇટાલીયાની જીત બાદ તો આપના નેતાઓએ ખુદ ચાવડાનો આભાર માન્યો – જે રાજકીય સંકેતોથી ભરેલું હતું.
તાજેતરમાં ચાવડાએ પ્રજાજનો સાથે સીધો સંપર્ક શરૂ કર્યો છે, જે સૂચવે છે કે તેઓ નવા આધાર મજબૂત કરવાની તૈયારીમાં છે. તેથી ભાજપ, કોંગ્રેસ અને આપ – ત્રણેય પક્ષોમાં ઉત્કંઠા છે કે હવે ચાવડા કઈ દિશામાં જશે.
આથી સવાલ છે – શું જવાહર ચાવડા ભાજપમાં રહીને સંતોષ માનશે કે હવે નવા રાજકીય ઘર તરફ વળશે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!