બનાસકાંઠાના થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં અણદા પટેલે જયેશ રાદડિયાવાળી કરી!
પાંચ ટર્મ સુધી ચેરમેન રહેલાં અણદા પટેલને મેન્ડેટ નહી આપતાં પોતાની પેનલ ઉતારી

ભાજપની પરિવર્તન પેનલ અને અણદા પટેલની પુનરાવર્તન પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો

ભાજપની પરિવર્તન પેનલ અને અણદા પટેલની પુનરાવર્તન પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો
મહેસાણાની દૂધસાગર ડેરીનો વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં બનાસકાંઠાના થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં પણ ભાજપની યાદવાસ્થળી જોવા મળી છે. પાંચ ટર્મ સુધી ચેરમેન રહેલાં અણદા પટેલને મેન્ડેટ નહી આપતાં બળવો કરી ભાજપની પેનલ સામે પોતાની પેનલ ઉતારતાં ભાજપ સામે ભાજપનો ચૂંટણી જંગ ખેલાયો હતો. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 28 ઉમેદવારો મેદાનમાં હતા. સોમવારે યોજાયેલી ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 97 ટકા અને વેપારી વિભાગમાં 100 ટકા મતદાન થયુ છે. આવતીકાલે(1 જુલાઈ) મત ગણતરી હાથ ધરાશે.
થરા માર્કેટયાર્ડના નિયામક મંડળની 14 બેઠકો માટે આજે(30 જૂન) સોમવારે મતદાન સંપન્ન થયું છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં કુલ 4856 માંથી 4713 મતદારોએ મતદાન કરતાં 97.05 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 8 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 63 માંથી 62 મતદારોએ મતદાન કર્યુ છે. એક મતદારનું મૃત્યુ થયું હોવાથી 100 ટકા મતદાન થયુ છે. મતદાન પૂર્ણ થતાં મત પેટીઓ પોલીસ કાફલા સાથે ડીસા ખાતે લઈ જવાઈ હતી. આવતી કાલે સવારે મત પેટીઓ થરા માર્કેટયાર્ડમાં લાવીને મત ગણતરી કરવામાં આવશે.
થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપના બે નેતાઓની પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. ભાજપ પ્રેરિત પેનલના બાબુભાઈ ચૌધરીની પરિવર્તન પેનલ સામે માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદા પટેલની પુનરાવર્તન પેનલ વચ્ચે જંગ ખેલાયો છે. ભાજપે મેન્ડેડ ન આપતા પોતાની પેનલ બનાવી ભાજપની પેનલ સામે ચૂંટણી લડી રહેલા થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે ભાજપ પ્રેરિત પેનલ સામે બોગસ મતદારો ઉમેર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે ભાજપની પેનલના ઉમેદવાર બાબુભાઈ ચૌધરીએ અણદાભાઈ પટેલના આક્ષેપો ફગાવી બોગસ મતદારો ઉભા નહી કર્યા હોવાનો દાવો કર્યો હતો.
થરા માર્કેટયાર્ડની ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે આવતીકાલે મત ગણતરી હાથ ધરાશે. જેમાં ભાજપની મેન્ડેટ ધારી પરિવર્તન પેનલનો વિજય થાય કે પછી ભાજપની પેનલ સામે પડેલાં પૂર્વ ચેરમેન અણદા પટેલની પુનરાવર્તન પેનલ મેદાન મારે છે તેનો ફેંસલો થશે. અણદા પટેલે ભાજપ સામે ભાજપની પેનલ ઉભી કરતાં ચૂંટણી રસાકસી ભરી બની હતી.
ભાજપની પરિવર્તન પેનલને જીતાડવા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતર અને તાલુકા ભાજપના સંગઠને મહેનત કરી હતી. અણદા પટેલે પણ પોતાની પરંપરાગત મતબેંકના આધારે જીતવા માટે કમર કસી હતી. ત્યારે થરા માર્કેટયાર્ડમં પુનરાવર્તન થાય છે કે પછી પરિવર્તન તે મંગળવારે ખબર પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.