Election : 8326 પંચાયતોમાં શક્તિ પ્રદર્શન, ગુજરાતમાં 22 જૂને ગ્રામીણ સત્તાનો જંગ!
આ ચૂંટણીઓ દ્વારા 1.30 કરોડથી વધુ મતદારો તેમના સ્થાનિક પ્રતિનિધિઓ ચૂંટશે...

આજથી આચારસંહિતાનો અમલ શરૂ...

આજથી આચારસંહિતાનો અમલ શરૂ...
લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ગુજરાતની 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો આખરે જાહેર થઈ ગઈ છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે આજે આ જાહેરાત કરતાં ગ્રામીણ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 22 જૂને મતદાન થશે અને તેના માત્ર ત્રણ દિવસ બાદ 25 જૂને મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીઓ દ્વારા રાજ્યના 1.30 કરોડથી વધુ મતદારો તેમના સ્થાનિક પ્રતિનિધિઓ અને સરપંચોને ચૂંટશે.
OBC અનામતનો પેચ દૂર, લોકશાહીનો માર્ગ મોકળો...
આ ગ્રામ પંચાયત ચૂંટણીઓ OBC અનામતના મુદ્દે લાંબા સમયથી અટકી પડી હતી. અગાઉ 10% અનામત હતી, જેને ઝવેરી કમિશનની ભલામણ અને વિધાનસભામાં પસાર થયેલા કાયદા દ્વારા વધારીને 27% કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ ચૂંટણી પંચે લીલી ઝંડી આપી છે. સરપંચ સહિતના પદો માટે રોટેશન પ્રક્રિયા જાહેર કરવાની સૂચના પણ તમામ જિલ્લા કલેક્ટરોને આપી દેવામાં આવી છે, જે લોકશાહી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવશે.

ચૂંટણી કાર્યક્રમ, ક્યારે શું થશે?
રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, આગામી 2 જૂને ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડાશે. ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 9 જૂન છે, જ્યારે ફોર્મની ચકાસણી 10 જૂનના રોજ થશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન નિર્ધારિત કરાઈ છે. આ ચૂંટણી 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતી હોય તેવી તમામ પંચાયતો માટે યોજાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે.
વિધાનસભા પેટાચૂંટણી સાથે તાલમેલ...
રસપ્રદ વાત એ છે કે, આ ગ્રામ પંચાયત ચૂંટણીઓ વીસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીઓ સાથે સુમેળ સાધશે. આ પેટાચૂંટણીઓ માટે 19 જૂને મતદાન થશે અને 23 જૂને પરિણામ આવશે. એટલે કે, વિધાનસભા પેટાચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. કડી વિધાનસભા હેઠળ કડી તાલુકાની 93 અને જોટાણા તાલુકાની 10 મળીને કુલ 103 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. જ્યારે વીસાવદર વિધાનસભા હેઠળ વીસાવદર તાલુકાની 33, ભેસાણ તાલુકાની 20, જૂનાગઢ તાલુકાની 19 અને બગસરા તાલુકાની 3 મળીને કુલ 75 ગ્રામ પંચાયતોમાં મતદાન થશે.
ચૂંટણી પંચે મતદાન મથકો, સ્ટ્રોંગરૂમ, બેલેટ પેપર છાપવા, ચૂંટણી સાહિત્યની ખરીદી અને પોલીસ સહિતના ચૂંટણી સ્ટાફની તાલીમ માટેના આદેશો આપી દીધા છે, અને તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણીઓ ગ્રામીણ ગુજરાતમાં વિકાસ અને સ્થાનિક નેતૃત્વ માટે નવા દ્વાર ખોલશે તેવી અપેક્ષા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!