ગુજરાત સરકારની નવી દિલ્હીમાં ઉચ્ચ-સ્તરીય બેઠક
ગુજરાત સરકારે 4 સપ્ટેમ્બરે દિલ્હીમાં VGRCના સંદર્ભમાં ઉચ્ચ-સ્તરીય બેઠક યોજી
CM ભૂપેન્દ્ર પટેલ
CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત સરકાર આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) ના સંદર્ભમાં 4 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરી રહી છે. આ રિજનલ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતધારકોને એક મંચ પર લાવીને ગુજરાતની નવી પહેલો અને પ્રાદેશિક ક્ષમતાઓને પ્રદર્શિત કરવાનો છે, જે સંતુલિત અને સર્વગ્રાહી પ્રાદેશિક વિકાસને ગતિ આપશે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના વારસાને આગળ ધપાવતા, ગુજરાત સરકારે 4 પ્રદેશોમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત - રિજનલ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય ફોકસ દરેક પ્રદેશની વિશિષ્ટ ક્ષમતાઓને ઉજાગર કરવા, સેક્ટર-વિશિષ્ટ તકો ઓળખવા અને જમીની સ્તરે રોકાણને પ્રોત્સાહન આપવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીમાં યોજાનારી આ બેઠકનું નેતૃત્વ કરશે. આ બેઠક બે વિશેષ સત્રોમાં વહેંચાયેલી છે: એક ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે અને બીજું વિદેશી મિશનના વડાઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે. પ્રથમ સત્ર બપોરના સમયે યોજાશે.
જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ સંબોધન ઉપરાંત, ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ VGRC પર વિગતવાર પ્રેઝન્ટેશન આપશે. આ સત્રમાં ભારતના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગના સચિવ અમરદીપ સિંહ ભાટિયા અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ જોષી પણ સંબોધન કરશે.
સાંજે યોજાનાર બીજું સત્ર વિદેશી મિશનના વડાઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓને સમર્પિત રહેશે. આ સત્રમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિશેષ સંબોધન થશે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્મા દ્વારા VGRC પર પ્રેઝન્ટેશન આપવામાં આવશે, જેના પછી વિદેશ મંત્રાલયના સચિવ સુધાકર દલેલા અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ જોષી સત્રને સંબોધશે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સેક્ટર-કેન્દ્રિત ચર્ચાઓ, B2B/B2G બેઠકો, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, ટ્રેડ શો અને MSME તથા કારીગરોને પ્રોત્સાહિત કરવા માટે એક મંચ તરીકે કાર્ય કરશે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ પ્રાદેશિક આકાંક્ષાઓને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ સાથે જોડવાનો છે, જેથી ભારતના વિકાસ એન્જિન તરીકે ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત અને પ્રભાવી બની શકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા