સંસદ ભવનની દિવાલ કૂદનાર યુવકનું ગુજરાત કનેક્શન!
યુવક ઝાડની મદદથી દિવાલ કૂદીને અંદર ઘૂસ્યો, સુરક્ષા કર્મચારીઓએ પકડી તપાસ હાથ ધરી
નવા સંસદ ભવનના ગરૂડ ગેટ પાસે પહોંચી ગયો હતો, કોઈ વાંધાજનક વસ્તુ નહીં મળતાં રાહત
નવા સંસદ ભવનના ગરૂડ ગેટ પાસે પહોંચી ગયો હતો, કોઈ વાંધાજનક વસ્તુ નહીં મળતાં રાહત
સંસદ ભવનની સુરક્ષા ફરી એકવાર તોડવામાં આવી છે. શુક્રવારે એક વ્યક્તિ ઝાડ પર ચઢી ગયો અને દિવાલ કૂદીને અંદર ઘૂસી ગયો. જોકે, સુરક્ષા કર્મચારીઓએ ઘૂસણખોરને પકડી લીધો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. યુવક ઉત્તરપ્રદેશનો રહેવાસી અને ગુજરાતમાં એક દુકાનમાં કરી રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ ઘટના સંસદના ચોમાસા સત્રના અંતના એક દિવસ પછી બની છે. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ ઝાડની મદદથી દિવાલ પર ચઢી ગયો અને પછી સંસદ ભવનના પરિસરમાં કૂદી ગયો. આ વ્યક્તિ રેલ ભવનની બાજુથી દિવાલ કૂદી ગયો હતો. આ પછી, તે નવા સંસદ ભવનના ગરુડ ગેટ પર પહોંચ્યો. તે સવારે લગભગ 6.30 વાગ્યે સંસદ ભવનમાં પ્રવેશ્યો. તે વ્યક્તિને ત્યાં ફરતો જોઈને સંસદ ભવનમાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો.
ધરપકડ કરાયેલો વ્યક્તિની ઓળખ ઉત્તર પ્રદેશના યુવક તરીકે થઈ છે. તે હાલમાં ગુજરાતમાં એક દુકાનમાં કામ કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીને દિવાલ કૂદવાનો પ્રયાસ કરતી વખતે CISF દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપી માનસિક રીતે નબળો હોવાનું જણાય છે. સુરક્ષા એજન્સીઓ આ આધારે તેની માનસિક સ્થિતિનું પણ મૂલ્યાંકન કરી રહી છે.
સુરક્ષામાં ભંગની આવી જ ઘટના ગયા વર્ષે પણ બની હતી. જ્યારે 20 વર્ષનો એક વ્યક્તિ સંસદ ભવનના એનેક્સીમાં ઘૂસી ગયો હતો. આ ઘટનાનો એક કથિત વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરેલા શંકાસ્પદ વ્યક્તિને સશસ્ત્ર CISF કર્મચારીઓ દ્વારા પકડી રાખવામાં આવ્યો હતો. સર્ચ દરમિયાન તે વ્યક્તિ પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી.
2023 માં પણ સંસદ હુમલાની વર્ષગાંઠ પર સુરક્ષામાં ભારે ખામી સર્જાઈ હતી. સંસદમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન બે યુવાનો, સાગર શર્મા અને મનોરંજન ડી, લોકસભા ચેમ્બરમાં પ્રવેશ્યા હતા. આ લોકોએ સંસદમાં મુલાકાતીઓની ગેલેરીમાંથી કૂદીને લોકસભા ચેમ્બરની અંદર પીળો ધુમાડો છોડ્યો હતો. જોકે, ગૃહમાં હાજર સાંસદો દ્વારા બંનેને પકડી લેવામાં આવ્યા હતા. તે જ સમયે, નીલમ આઝાદ અને અમોલ શિંદેએ પણ સંસદની બહાર પીળો ધુમાડો છોડ્યો હતો.
આ કેસમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય બે આરોપીઓમાં મહેશ કુમાવત અને લલિત ઝાનો સમાવેશ થાય છે. લલિત ઝા સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવે છે. દિલ્હી પોલીસે સુરક્ષા ક્ષતિ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં 900 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
--IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.