ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.અમિત નાયકનું રાજીનામુ, વાંચો કોની પર ઉકળાટ ઠાલવ્યો
જે સાચો અવાજ ઉઠાવે તેને શિસ્ત ના નામે ડરાવાનો પ્રયાસ બંધ થાય

જે સાચો અવાજ ઉઠાવે તેને શિસ્ત ના નામે ડરાવાનો પ્રયાસ બંધ થાય

જે સાચો અવાજ ઉઠાવે તેને શિસ્ત ના નામે ડરાવાનો પ્રયાસ બંધ થાય
ગુજરાત કોંગ્રેસ માટે આજે રાજકીય ઝટકો સમાન દિવસ રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને શિક્ષિત યુવા નેતા ડૉ. અમિત નાયકે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાના રાજીનામાની જાહેરાત કરી છે અને સાથે સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર લખીને પક્ષની આંતરિક ગોઠવણ અને ચાલતી રાજકીય નીતિઓ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે.
રાહુલ ગાંધીને લખેલા પત્રમાં ડો.અમિત નાયકે લખ્યું છે કે આપ છેલ્લા ઘણા સમય થી રેસ ના ઘોડા, લગ્ન ના ઘોડા અને છેલ્લે તો લંગડા ઘોડા શોધવાનો પ્રયાસ સતત કરી રહ્યા છો તો એક નાના કાર્યકર્તા તરીકે આપના આ ઉમદા હેતુ માં સચોટ માહિતી નું યોગદાન આપવું તે અમારી ફરજ નો એક ભાગ છે.
ચૂંટણીઓ માં પક્ષ જે કોઈ ઉમેદવાર ને ટિકિટ આપે તે આદેશ ને શિરે ચડાવી તેના માટે પ્રચાર અને સંગઠન કાર્ય માં જોડાવવું તે જ પક્ષ પ્રત્યે ની વફાદારી અને શિસ્ત છે, "મતભેદ હોઈ શકે પણ મનભેદ નહિ".મારાં જેવાં હજારો કાર્યકર્તા આ નિયમ થી જ પક્ષ માં કાર્યરત છે અને આગળ પણ રહશે પરંતુ આપણા પક્ષ ના ઉમેદવાર ની ચૂંટણી માટે પ્રચારકાર્ય કરતાં શિક્ષિત અને સ્પષ્ટ વક્તા કાર્યકર્તા ને રાજકીય હરીફ ની જેમ વર્તે અને ખોટા ષડયંત્ર રચી પોતાની કામગીરી થી અડગા રખાવું, અભણ અને નાદાન ટેકેદારો જોડે પોલીસ માં ખોટી ફરિયાદો અપાવી રાજકીય લાલશા ને તૃપ્ત કરવી અને 10 ડગલા ના અંતરે હોવાં છતાં પક્ષ ને વરેલા આગેવાન ના ઘર કે ઓફિસ પર જઈ બેસવા થી અંતર જાળવવા નું અને રાજકીય રીતે હરીફ પક્ષ ના ઉમેદવાર ના સામાજિક પ્રસંગ માં 1000 કિમિ નો પ્રવાસ કરી હાજરી પુરાવી ફાઈવ સ્ટાર મિજબાની કરી ને આવે તેવી પરિસ્થિતિ માં સંગઠન કઈ રીતે ટકશે? નાનો કાર્યકર્તા પોતાના જીવ ના જોખમે, ધંધા ના જોખમે કે સામાજિક જોખમ ને દાવ પર મૂકી પક્ષ ની વિચારધારા માટે કટ્ટારતા થી ક્યાં સુધી લડશે? અને રાજકીય લાભ ખાટવા માં વર્ષો થી મહારત હાંસલ કરેલ કોર્પોરેટ નેતાઓ ક્યાં સુધી પક્ષ ના નેતૃત્વ ને છેતરશે? આવી બાબતે ગંભીરતા થી વિચારવા નો સમય આવી ગયો છે અને જે સાચો અવાજ ઉઠાવે તેને શિસ્ત ના નામે ડરાવાનો પ્રયાસ બંધ થાય અને કેટલાક સ્પષ્ટ,કટ્ટર અને આકરા રાજકીય નિયમો નાના થી લઇ પ્રદેશ ના શીર્ષ નેતૃત્વ સુધી ના તમામ ને માટે લાગુ થાય તો જ રાહુલ ગાંધી ના પ્રયાશો સફળ થશે તેવી અપેક્ષા સહ
આ પણ વાંચો--- કડી-વિસાવદર પેટાચૂંટણીનો જામ્યો જંગ, ત્રી પાંખિયા જંગમાં કોણ ફાવશે ?
તેમણે લખ્યું છે કે કોંગ્રેસ પક્ષ માં બુદ્ધિજીવી અને શિક્ષિત કહી શકાય તેવા ડોક્ટર, એન્જીનીયર કે ટેક્નોક્રેટ છેલ્લે ક્યારે જોડાયા હશે તેનો ડેટા નહિ જ હોય પણ જે રહ્યા છે તેની ઘોર ખોદવા નીકળ્યાં હોય તેમના સામે શિક્ષાત્મક પગલાં લઇ જુના ને રક્ષિત કરશો ત્યારે નવા લોકો ને નેતૃત્વ પર વિશ્વાસ બેસશે તેવી અપેક્ષા સહ.
પત્રના અંતે તેમણે લખ્યું છે કે કૉંગેસ પક્ષ ના હોદ્દા અને જવાબદારી પર થી મુક્ત કરવા શીર્ષ નેતૃત્વ ને જાહેર વિનંતી કરી રહ્યો છું પક્ષ ના પ્રાથમિક સદસ્ય તરીકે જાહેર કાર્યક્રમો માં કાર્યકર તરીકે કટ્ટીબધતા સાથે હાજરી આપીશ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.