ગુજરાતના નવા મંત્રીઓના રસપ્રદ કિસ્સા
રીવાબાએ સાંસદ સાથે ઝઘડો કર્યો, હર્ષ સંઘવીએ NCP માટે કાર્યક્રમ યોજ્યો!

નવા મંત્રીઓના રસપ્રદ કિસ્સા

નવા મંત્રીઓના રસપ્રદ કિસ્સા
18 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાતના નવા મંત્રીઓએ શપથ લઈને રાજ્યની રાજનીતિમાં નવો રંગ ઉમેર્યો છે. આ મંત્રીઓમાં કેટલાક જૂના ચહેરાઓને રિપીટ કરાયા છે, તો કેટલાક નવા નામોને મોકો મળ્યો છે. પરંતુ, આ મંત્રીઓની ઓળખ માત્ર તેમના હોદ્દા સુધી સીમિત નથી. તેમની પાછળ રહેલા જાણીતા-અજાણ્યા કિસ્સાઓ તેમની સફરને વધુ રોમાંચક બનાવે છે. ચાલો, જાણીએ ગુજરાતના આ નવા મંત્રીઓના રસપ્રદ કિસ્સા.
હર્ષ સંઘવી: NCP માટે યોજ્યો કાર્યક્રમ, આજે ડેપ્યુટી CM!આજે ગુજરાતના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેનાર હર્ષ સંઘવીનો ભૂતકાળ રસપ્રદ છે. જૂના ડીસાના જૈન પરિવારમાંથી આવતા હર્ષના પિતા રમેશભાઈ હીરાના વ્યવસાય માટે સુરત સ્થાયી થયા હતા. એક સમયે માતાની બીમારીને કારણે પિતા મુંબઈમાં હતા, અને હર્ષે કારખાનું સંભાળ્યું. આ દરમિયાન, RSSના સ્વયંસેવક જયદીપ ત્રિવેદી સાથે પરિચય થયો, જેનાથી તેમની રાજનીતિની શરૂઆત થઈ. ખાસ વાત એ છે કે હર્ષે એકવખત NCP નેતા પ્રફુલ પટેલ માટે સુરતમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યારે પટેલ યુપીએ-1માં ઉડ્ડયન મંત્રી હતા.
ઋષિકેશ પટેલ: પાટીદાર આંદોલનમાં ઓફિસ પર હુમલોવિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ પાટીદાર અનામત આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. 2015માં વિસનગરમાં યોજાયેલી રેલીમાં તેમની ઓફિસ પર તોડફોડ થઈ હતી. ઋષિકેશે આ માટે સંગઠિત ગુનાખોરીનો આરોપ લગાવ્યો હતો અને હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.
અર્જુન મોઢવાડિયા: હત્યાના વિરોધમાં ઉપવાસપોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, જે 2005માં કોંગ્રેસમાં હતા, તેમણે તેમના નજીકના કોંગ્રેસ નેતા મૂળુ મોઢવાડિયાની હત્યાના વિરોધમાં ઉપવાસ આંદોલન કર્યું હતું. 16 નવેમ્બર, 2005ના રોજ મૂળુની ગોળી મારી હત્યા થઈ હતી. અર્જુને ન્યાય અને આરોપીઓને સજાની માગ સાથે તત્કાલીન મંત્રી બાબુ બોખીરિયાના રાજીનામાની માગણી કરી હતી.
જીતુ વાઘાણી: થાળી વગાડી તીડ ભગાડ્યાજીતુ વાઘાણી, જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ હતા, ત્યારે 2019માં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં તીડનું આક્રમણ થયું હતું. ખેડૂતોના પાકને નુકસાન થતાં જીતુએ થરાદના ગામોની મુલાકાત લીધી અને ખેતરમાં થાળી વગાડી તીડ ભગાડ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
કૌશિક વેકરિયા: પાટીલ સાથે ઓડિયો ક્લિપ વાયરલસૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના કૌશિક વેકરિયા 2022માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. તેમની અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં પાટીલે વેકરિયાને ઠપકો આપ્યો હતો. પાટીલે કહ્યું, "તારી છાપ સારી હતી, પણ હવે ધીરે ધીરે બગડે છે." બીજી ઘટનામાં, વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં વેકરિયા સાથે ખાસ મુલાકાત કરી અને અમરેલીની હાલચાલ પૂછી હતી.
દર્શનાબેન વાઘેલા: મોદીએ કોર્પોરેટરથી મંત્રી બનાવ્યા2005માં નરેન્દ્ર મોદીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં દર્શનાબેન વાઘેલાને દૂધેશ્વર વોર્ડમાંથી ઉમેદવાર બનાવ્યા. 22 વર્ષની ઉંમરે પિતાને ગુમાવનાર દર્શનાબેને હિંમત ન હારી. તેઓ જીત્યા, AMCની હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન બન્યા, અને પછી જનરલ સીટ પરથી પણ ચૂંટણી જીત્યા. મોદીની આંગળી પકડી આજે તેઓ મંત્રીપદ સુધી પહોંચ્યા.
રીવાબા જાડેજા: સાંસદ પૂનમ માડમ સાથે જાહેર ઝઘડોજામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની, એક જાહેર કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન કોઠારી સાથે ઝઘડી પડ્યા. લાખોટા તળાવ ખાતેના 'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમમાં રીવાબાએ મેયરને કહ્યું, "ઓકાતમાં રહો," અને પૂનમ માડમને, "સળગાવવાવાળા તમે જ છો, ઠારવાનો પ્રયાસ ન કરો."
કાંતિ અમૃતિયા: મોરબી પુલ દુર્ઘટનામાં બચાવકાર્યમોરબી પુલ દુર્ઘટના (2022)માં કાંતિ અમૃતિયાએ લોકોના જીવ બચાવવા બચાવકાર્ય કર્યું. તેમના વીડિયો વાયરલ થયા, અને વડાપ્રધાન મોદીએ તેમને ફોન કરી સ્થિતિની માહિતી લીધી. આ બચાવકાર્યનો લાભ તેમને 2022ની ચૂંટણીમાં ટિકિટ સ્વરૂપે મળ્યો, અને આજે તેઓ મંત્રી બન્યા.
પી.સી. બરંડા: મોદીની સિક્યોરિટીથી મંત્રીપદપોલીસ અધિકારી તરીકે VRS લઈ રાજકારણમાં આવેલા પી.સી. બરંડાએ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની સિક્યોરિટી સંભાળી હતી. તેમણે અમિત શાહ સાથે પણ કામ કર્યું. 2017ની ચૂંટણીમાં હાર્યા બાદ તેમણે પક્ષના કાર્યકરો પર હારનો આરોપ લગાવ્યો હતો.
ત્રિકમ છાંગા: મોર્નિંગ વોકમાં ગટરની ફરિયાદઅંજારના ત્રિકમ છાંગાએ 2015માં મોર્નિંગ વોક દરમિયાન નારણ આહીર નામના શાકભાજી વેચનારની ગટરલાઇનની ફરિયાદ સાંભળી. એક ઘર માટે ગટરલાઇન મુશ્કેલ હોવા છતાં, ત્રિકમે જિલ્લા-તાલુકા પંચાયતમાં રજૂઆત કરી અને સમસ્યા હલ કરાવી.
કમલેશ પટેલ: અકસ્માતગ્રસ્ત યુવતીની મદદપેટલાદમાં કોલેજ ચોકડી પર એક યુવતીને અકસ્માત નડ્યો ત્યારે કમલેશ પટેલે તેમની કાર રોકી, યુવતીને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ પહોંચાડી. આ ઘટના તેમની માનવતાનું ઉદાહરણ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?