પેટા ચૂંટણીઓમાં કારમી હારના 4 કલાકમાં GPCCના પ્રમુખ શક્તિસિંહનું રાજીનામુ
ભલે કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તામાં નથી, છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડી રહ્યા છે

ભલે કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તામાં નથી, છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડી રહ્યા છે

ભલે કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તામાં નથી, છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડી રહ્યા છે
ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ગરમાવો આવી ગયો છે કારણ કે કડી અને વિસાવદરની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયાના માત્ર ચાર કલાક બાદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામાની જાણ રાષ્ટ્રીય અધ્યક્ષને કરી છે અને જાહેરમાં કહ્યું કે પરિણામોની સંપૂર્ણ જવાબદારી તેઓ લે છે.
શક્તિસિંહે કહ્યું, "ભલે કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તામાં નથી, છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડી રહ્યા છે. પરિણામો મળ્યા ન હોવા છતાં અમારી લડત અધૂરી નથી. હું મોરલ રિસ્પોન્સિબિલિટી સ્વીકારું છું અને રાજીનામું આપું છું."
તેઓએ ઉમેર્યું કે, "હું રાજીનામું આપીને તેનો નાટક કરવો નથી ઇચ્છતો કે મને મનાવવામાં આવે. મેં રાજકીય જીવનમાં ક્યારેય ડબલ ધોરણ અપનાવ્યા નથી. બેમાંથી એક સીટ પણ જીતવામાં આવી હોત તો પણ સંતોષ હોત. પરિણામો નથી આવ્યા એની જવાબદારી સ્વીકારું છું અને અત્યારથી જ રાજીનામું આપી રહ્યો છું. મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની કામગીરી જોવામાં આવશે 3 મહિને અવલોકન કરવામાં આવશે પ્રમુખોની યાદી બનાવ્યા બાદ સૂચન આપવા દિલ્હી હાઇકમાન્ડ એ બોલાવ્યો હતો, બધા નવા પ્રમુખને આવકાર્યો છે નેતા પદે રાજીનામુ આપી કાર્યકર્તા બની આ જીવન કોંગ્રેસ પાર્ટી માટે કામ કરીશ
ત્રણ મહિને જિલ્લા પ્રમુખોની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જે બાદ કાર્યકરોને ફરી પૂછવામાં આવશે. પૂર્વ અને નવા નિમાયેલા જિલ્લા પ્રમુખોને શુભેછાઓ પાઠવું છું. શક્તિસિંહ ગોહિલને અનુરૂપ હોય એવા જિલ્લા પ્રમુખો નહીં પણ પાર્ટીને અનુરૂપ હોય એવા પ્રમુખો આવ્યા છે.
આ પણ વાંચો--- ભાજપ ઉમેદવારને ખરીદી શકે, પ્રજાને નહીં, વિસાવદર જીત બાદ ઇસુદાન ગઢવીનો હુંકાર, AAP નો ઐતિહાસિક વિજય
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.