ગોપાલ ઇટાલિયાએ ભરસભામાં પોતાને જ પટ્ટા માર્યા
અનેક ઘટનાઓમાં અમે લોકોને ન્યાય અપાવી શક્યા નથી તેમ જણાવી ઇટાલિયાએ પટ્ટા મારતા ઉત્તેજના

ગોપાલ ઇટાલિયાએ ભરસભામાં પોતાને જ પટ્ટા માર્યા

ગોપાલ ઇટાલિયાએ ભરસભામાં પોતાને જ પટ્ટા માર્યા
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આજે સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અમે બહુ કોશિશ કરી પણ અનેક ઘટનાઓમાં અમે લોકોને ન્યાય અપાવી શક્યા નથી તેમ જણાવી પોતાની જાતને પટ્ટા માર્યા હતા. ઇટાલિયાએ કહ્યું કે અમને અફસોસ છે. હું માફી માગું છું. અમરેલીની દીકરીને પટ્ટા મારવામાં આવ્યા છે અને અમે દીકરીને ન્યાય અપાવી શક્યા નથી. જે દીકરીને પટ્ટા માર્યા છે તે અમને મારવા જોઇએ. હવે ગુજરાતનો આત્મા જાગવો જોઇએ, દીકરીને કોઇ પટ્ટા કેમ મારી શકે...આ સજા મને મળવી જોઇએ તેમ જણાવી સ્ટેજ પરથી ઇટાલિયાએ પોતાની જાતને પટ્ટા માર્યા હતા.
ગોપાલ ઇટાલીયાએ પોતાની જાતને જ પટ્ટા મારતાં જ સભામાં ભારે ઉહાપોહ મચી ગયો હતો અને લોકોમાં કુતુહલ પણ સર્જાઇ ગયું હતું. સુરતમાં આજે યોજાયેલી સભામાં ગોપાલ ઈટાલિયાએ અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગતા માંગતા ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે સુરતમાં ગોપાલ ઈટાલિયાએ જનસભા સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા.
ગોપાલ ઇટાલિયાએ જનસભામાં જણાવ્યું હતું કે, પોતે અનેક ઘટનામાં કાયદાકીય, સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી.
તેમણે કહ્યું કે ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીક કાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઈટાલીયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા તેની માફી માંગતા માંગતા ઈટાલીયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા કરી હતી. અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહમીથી છ પટ્ટા માર્યા હતા ત્યારે ગોપાલ ઈટાલીયાએ ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાને છ પટ્ટા મારીને સજા કરી હતી.
ગોપાલ ઈટાલીયાએ પોતાને પટ્ટાથી માર મારીને કહ્યું હતું કે, ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે.ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઈટાલિયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?