સંજય જોશીને બર્થ ડે વિશ કરનારા ગઢડા તાલુકા પ્રમુખને રાજીનામુ આપવાનું કહેવાયુ
બેનિફીટ ન્યુઝ સાથે ગઢડા તાલુકા પ્રમુખે કરી ખાસ વાતચીત

બેનિફીટ ન્યુઝ સાથે ગઢડા તાલુકા પ્રમુખે કરી ખાસ વાતચીત

બેનિફીટ ન્યુઝ સાથે ગઢડા તાલુકા પ્રમુખે કરી ખાસ વાતચીત
તાજેતરમાં સંઘના નેતા અને એક જમાનામાં ગુજરાત ભાજપના મહત્વના નેતા રહી ચુકેલા સંજય જોશીને ગઢડા તાલુકા ભાજપના પ્રમુખ પ્રકાશ સાંકળીયાએ ફેસબુકના માધ્યમથી ચાર દિવસ પહેલા જન્મદિનની શુભેચ્છા પાઠવતી પોસ્ટ કરી હતી અને તેમને હેપ્પી બર્થ ડે વિશ કરી હતી. જો કે તેમણે સંજય જોશીને કરેલી વિશ ભાજપના નેતાઓને ગમી નથી. જીલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે પ્રકાશ સાંકળિયાને મૌખિક રીતે જાણ કરીને તેઓ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રાજીનામું આપી દેવાનું કહેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આ બાબતે પ્રકાશ સાંકળિયાએ બેનિફીટ ન્યૂઝ સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે મને મૌખિક રીતે રાજીનામુ આપી દેવાનું કહેવાયું છે પણ મે હજું રાજીનામુ આપ્યું નથી. મારો અંતરાત્મા રાજીનામુ આપવાની ના પાડે છે. તેમણે કહ્યું કે મે ચાર દિવસ પહેલા સંજય જોશીની બર્થ ડે હોવાથી ફેસબુક પર શુભેચ્છા પાઠવી હતી અને ત્યારબાદ મને રાજીનામુ આપવાનું કહેવાયું છે.
આ મામલે જિલ્લા પ્રમુખ મયુર પટેલે બેનિફીટ ન્યૂઝ સાથે વાતચીત કરતાં કહ્યું કે પક્ષ દ્વારા તાલુકા પ્રમુખનું રાજીનામુ લઇ લેવાનું કહેવાયું છે અને તે અંગે તેમને જાણ કરી દેવાઇ છે. જો કે સંજય જોશીને બર્થ ડે વિશ કરવા બદલ તેમનું રાજીનામુ લઇ લેવાયુ છે તે સવાલના જવાબમાં મયુર પટેલે કહ્યું કે આવી કોઇ વાત નથી અને આવા કોઇ કારણોસર રાજીનામુ આપવાનું કહેવાયું નથી.
જો કે સંજય જોશીને બર્થ ડે વિશ કરવા બદલ તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું આપી દેવાનું કહેવાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે તો ભાજપના કાર્યકરોમાં પણ ભારે ચર્ચા ઉભી થઇ છે. ઉલ્લેખનિય છે પ્રકાશ સાંકળિયાને 3 મહિના પહેલાં જ ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ બનાવાયા છે અને ત્રણ મહિનામાં જ તેમને રાજીનામુ આપવાનું કહી દેવાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!