મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારની કોંગ્રેસમાં ઘર વાપસી
એક વર્ષ અગાઉ ઈન્દ્રજીતસિંહ ભાજપમાં જોડાયા હતા, તેણણે ભાજપમાંથી છેડો ફાળી ફરી કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસમાં ઘર વાપસી

કોંગ્રેસમાં ઘર વાપસી
ખેડા જિલ્લાની મહુધા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજિતસિંહ પરમારે કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. એક જ વર્ષમાં ઈન્દ્રજિતસિંહ પરમારનો ભાજપ પ્રત્યે મોહભંગ થયો છે. ઇન્દ્રજિતસિંહ પરમાર ભાજપને રામ રામ કરી ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. તેવા સમયે પૂર્વ ધારાસભ્યની ઘરવાપસી થતાં કોંગ્રેસના નેતાઓ ગેલમાં આવી ગયા છે.
લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસના ઘણાં નેતાઓએ પક્ષમાંથી રાજીનામા આપી કમલમ તરફ દોટ માંડી હતી. તે સમયે મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે પણ સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. એક વર્ષના ટૂંકાગાળામાં ઇન્દ્રજિતસિંહ પરમારનો ભાજપ પ્રત્યેનો મોહભંગ થયો છે.
મહુધા-ડાકોર રોડ પર મિર્ઝાપુર ખાતે કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સહપ્રભારી રામકિશન ઓઝા, વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ઇન્દ્રજિતસિંહ પરમારે કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી. ઇન્દ્રજીતસિહ પરમારે જાહેરમાં એ વાતની કબૂલાત કરી હતી કે, ભાજપ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેના કારણે તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. એટલું જ નહીં, વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે કે, 'ભાજપમાં અમે મૂંઝવણ અનુભવી રહ્યા હતા. એક વર્ષના સમયગાળા દરમિયાન હું ભાજપ કે સરકારી કાર્યક્રમમાં ગયો નથી.' તેમણે ઉમેર્યુ હતુ કે, “હું મારા કામથી ગાંધીનગર ગયો હતો ત્યારે બળજબરીથી મને સ્ટેજ ઉપર ચડાવીને ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો. ભાજપમાં ગયો તે મારી ભૂલ હતી.”
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યુ કે “ઈન્દ્રજિતસિંહ પરમાર કોઈ નાના બાળક છે કે નહી. તેમને કોઈ લોભ લાલચ આપી નહોતી. તેઓએ ચૂંટણીમાં પ્રચાર પણ કર્યો હતો. તેમને કોંગ્રેસમાં પાછું જવું હોવાથી તેમજ પોતાના સ્વ બચાવમાં જુઠ્ઠું બોલી રહ્યા છે.”
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?