ફૈઝલ પટેલની પોસ્ટથી કોંગ્રેસમાં નવો વિવાદ
કોંગ્રેસથી અલગ નવું જૂથ રચવાની સંભાવનાની પોસ્ટ બાદ મુમતાઝ પટેલે સાથ ન આપતા રાજકીય ગરમાવો

ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ

ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ફૈઝલે લખ્યું છે કે તેમની બહેન તેમની સાથે જોડાઈ શકે છે અને તેઓ કોંગ્રેસ પક્ષથી અલગ થઈને એક નવું જૂથ બનાવવા વિચારી રહ્યા છે. જો કે, બહેન મુમતાઝ પટેલે તેનાથી દૂર રાખવાની પોસ્ટ કરતાં ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ ની જેમ વિવાદ થઈ ગયો છે.
કોંગ્રેસના નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે, તેઓ કોંગ્રેસથી અલગ "નવું જૂથ" શરૂ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે તેમની બહેન તેમની સાથે જોડાઈ શકે છે. જો કે, મુમતાઝે તેના ભાઈના દાવાઓને નકારી કોઈપણ જૂથમાં જોડાવાનો ઇનકાર કર્યો છે.
ફૈઝલની સોશિયલ મીડિયા પોસ્ટનો સ્ક્રીન શોટ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, "તેઓ કોંગ્રેસ પક્ષથી અલગ થઈ એક નવું જૂથ બનાવવાનું વિચારી રહ્યા છે. જેનું નામ 'કોંગ્રેસ (એપી)' હશે." તેમણે કહ્યું કે તેમની બહેન મુમતાઝ પટેલ પણ આ જૂથમાં જોડાઈ શકે છે. જો કે, ફૈઝલની પોસ્ટ વાયરલ થયા પછી મુમતાઝે તરત જ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા જારી કરી તેના ભાઈના દાવાનું ખંડન કર્યું હતું.
મારો કોઈપણ પક્ષમાં જોડાવાનો ઈરાદો નથીઃ મુમતાઝ પટેલ
ફૈઝલને જવાબ આપતાં તેણીએ લખ્યું કે, "હું સ્પષ્ટ કરી દઉં કે મારો કોઈ નવા રાજકીય પક્ષમાં જોડાવાનો કે કોઈ નવા જૂથનો ભાગ બનવાનો કોઈ ઈરાદો નથી." મુમતાઝે કહ્યું કે તેના ભાઈના વિચારો અને નિર્ણયો સંપૂર્ણપણે તેના પોતાના છે. તેણીએ જનતાને તેના વિચારો સાથે પોતાને ન જોડવાની અપીલ કરતા કહ્યું કે, "કૃપા કરીને મને આ સાથે જોડશો નહીં, આભાર."
આ ઘટના એવા સમયે બની છે જ્યારે કોંગ્રેસ કર્ણાટકમાં આંતરિક ઝઘડા અને બિહારમાં ચૂંટણી હારનો સામનો કરી રહી છે. અહેમદ પટેલનો પરિવાર લાંબા સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. અહેમદ પટેલ સોનિયા ગાંધી પરિવારની નજીક હતા અને ઘણી ચૂંટણીઓમાં પાર્ટીને વિજય અપાવ્યો હતો. તેમના મૃત્યુ પછી તેમના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા. પરંતુ ફૈઝલની તાજેતરની પોસ્ટથી પ્રશ્ન ઉભા થયા છે કે શું પરિવારમાં પાર્ટીને લઈને મતભેદો છે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?