9 રાજ્યોની રાજ્યસભાની 12 બેઠકો માટે 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે
14 ઓગસ્ટે જાહેરનામુ બહાર પડશે અને 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારીપત્ર ભરી શકાશે

Elections for 12 Rajya Sabha seats of 9 states will be held on September 3

Elections for 12 Rajya Sabha seats of 9 states will be held on September 3
ચૂંટણી પંચે 9 રાજ્યોની રાજ્યસભાની 12 ખાલી બેઠકો માટે ચૂંટણી જાહેર કરી છે. 14 ઓગષ્ટે ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવશે. 21 ઓગષ્ટ સુધીમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે. જ્યારે 3 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.
કેન્દ્રીય પ્રધાનો પિયૂષ ગોયલ, સર્બાનંદ સોનોવાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત વર્તમાન સભ્યો લોકસભામાં ચૂંટાયા બાદ રાજ્યસભામાં 10 બેઠકો ખાલી પડી હતી. જ્યારે કેશવ રાવ અને મમતા મોહંતાએ રાજીનામું આપ્યું હતુ. કેશવ રાવે કોંગ્રેસમાં જોડાવા માટે બીઆરએસમાંથી રાજીનામું આપ્યું છે. જ્યારે મમતા મોહંતા બીજુ જનતા દળ છોડી ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસના નેતાઓ દીપેન્દ્ર હુડ્ડા અને કે.સી.વેણુગોપાલે ખાલી કરેલી બેઠકો ભાજપ જીતે તેવી શક્યતા છે. પાટલીપુત્ર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતનાર આરજેડીના મીસા ભારતીએ ખાલી કરેલી સીટ પણ એનડીએ જીતે તેવી શક્યતા છે. મમતા મોહંતાએ ખાલી કરેલી બેઠક પણ ભાજપને જીતવાની તક છે.
રાજ્યસભામાં 26 સભ્યો હોવાથી કોંગ્રેસે વિપક્ષના નેતાની ખુરશી મુશ્કેલીથી બચાવી છે. વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે કોઈપણ પક્ષ પાસે ઓછામાં ઓછા 25 સભ્યો હોવા જરૂરી છે. હાલમાં રાજ્યસભામાં ભાજપના 87 સભ્યો છે. જ્યારે 12 બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ, આરજેડી અને બીજુ જનતા દળના ભોગે 4 બેઠકો મળવાની શક્યતા છે.
મહારાષ્ટ્રમાં 2, બિહારમાં 2, આસામમાં 2, ત્રિપુરામાં 1, હરિયાણામાં 1, રાજસ્થાનમાં 1, મધ્યપ્રદેશમાં 1, ઓડિશામાં 1 અને તેલંગાણામાં 1 બેઠક માટે ચૂંટણી જાહેર કરાઈ છે.
રાજ્યસભાની 12 બેઠકો પર પહેલા શું સ્થિતિ હતી ?
12 બેઠકોમાંથી ભાજપના 7 રાજ્યસભા સાંસદ હતા. મહારાષ્ટ્રની બંને બેઠકો પર ભાજપનો કબજો હતો. બિહારમાં એક બેઠક પર ભાજપ તો એક બેઠક પર RJDનો કબજો હતો. આસામની બંને જ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી.
મધ્ય પ્રદેશની એક બેઠક પર ભાજપ, ત્રિપુરાની એક બેઠક પર ભાજપ, હરિયાણાની એક બેઠક પર કોંગ્રેસ અને રાજસ્થાનની એક બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. તેલંગાણામાં કેશવ રાવ રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામુ આપી બીઆરએસ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે.
જ્યારે ઓડિશામાં બીજુ જનતા દળના સાંસદ મમતા મોહંતાએ ભાજપમાં જોડાયા બાદ રાજ્યસભામાંથી રાજીનામુ આપ્યુ હતુ.
મધ્ય પ્રદેશ અને ત્રિપુરામાં ભાજપ મજબૂત :
લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મધ્ય પ્રદેશમાં સારૂ પ્રદર્શન કર્યું છે તેથી ભાજપ એકતરફી જીત મેળવીને રાજ્યસભાની એક બેઠક પર ફરીથી જીત મેળવશે. આ ઉપરાંત ત્રિપુરામાં પણ ભાજપ મજબૂત સ્થિતિમાં છે.
આસામમાં એકતરફી મુકાબલો :
ભાજપ આસામમાં પણ મજબૂત સ્થિતિમાં છે. બંને બેઠકો પર ભાજપનો કબજો હતો. આ વખતે પણ આસામની બંને બેઠકો પર ભાજપ જીત મેળવશે.
રાજસ્થાનમાં ભાજપ આગળ :
રાજસ્થાનની એક બેઠક પર રાજ્યસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. આ બેઠક પર ભાજપની સ્થિતિ મજબૂત છે. વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં સારૂ પ્રદર્શન રહેતા ભાજપ ફરી વખત જીત મેળવશે.
મહારાષ્ટ્ર અને બિહારમાં જંગ જામશે :
મહારાષ્ટ્ર અને બિહારમાં કાંટાની ટક્કર જોવા મળશે. ગત વખતે બિહારમાં એક બેઠક પર આરજેડી અને એક પર ભાજપે જીત મેળવી હતી. આ વખતે વિપક્ષી ગઠબંધન પાસે પર્યાપ્ત બેઠકો હોવાથી કાંટાની ટક્કર થશે.
ઓડિશામાં ભાજપ અને તેલંગાણામાં કોંગ્રેસ જીતશે :
ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બીજેડીને હરાવી સત્તા મેળવી છે. ભાજપ પાસે વધુ ધારાસભ્યો હોવાથી ઓડિશામાં ભાજપનું પલડું ભારે છે. બીજી તરફ તેલંગાણાની વાત કરીએ તો કોંગ્રેસે રેવંત રેડ્ડીના નેતૃત્વમાં સરકાર બનાવી છે. પાર્ટી પાસે ધારાસભ્યો વધુ હોવાથી તેલંગાણામાં કોંગ્રેસ બાજી મારી જશે.
હરિયાણામાં કઠિન મુકાબલો :
રાજ્યસભાની ચૂંટણીમાં હરિયાણામાં સૌથી કઠિન મુકાબલો છે. હરિયાણામાં કુલ 90 માંથી 87 ધારાસભ્યો છે. ભાજપના 41 ઉપરાંત અપક્ષ ધારાસભ્યો નયનપાલ રાવત અને હરિયાણા લોકહિત પાર્ટી (HLP)ના ગોપાલ કાંડા સહિત કુલ 44 ધારાસભ્યોનું ભાજપને સમર્થન છે.
વિપક્ષ પાસે 43 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે 28, જનનાયક જનતા પાર્ટી (જજપા) પાસે 10 અને 3 અપક્ષ (રણધીર ગોલાન, ધર્મ પાલ ગોંડર અને સોમવીર સાંગવાન), ચોથા અપક્ષ બલરાજ કુંડુ અને ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના અભય ચૌટાલાનો સમાવેશ થાય છે.
ત્રણ અપક્ષો રણધીર ગોલન, ધરમ પાલ ગોંડર અને સોમવીર સાંગવાને અગાઉ ભાજપ સરકારને સમર્થન આપ્યું હતું. તાજેતરમાં ત્રણેય અપક્ષોએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની હેટ્રિક, પણ બેઠકો 41થી ઘટીને 38! કોંગ્રેસે વધારી તાકાત, જ્યારે AAPનું ખાતું પણ ન ખૂલ્યું!