ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ માટે ચૂંટણી જંગ
16 ફેબ્રુઆરીએ ભાજપના પૂર્ણેશ મોદી અને કોંગ્રેસના શૈલેષ પરમાર વચ્ચે સંખ્યાબળની કસોટી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે રાજકીય ચહલપહલ તેજ બની છે. આ પદ માટે 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનારી છે, જેમાં ભાજપના પૂર્ણેશ મોદી અને કોંગ્રેસના શૈલેષ પરમાર વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. કોંગ્રેસે ઉમેદવાર ઉતારતાં વિધાનસભામાં પ્રતિકાત્મક રાજકીય મુકાબલો નિશ્ચિત થયો છે.
શહેરા બેઠકના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના રાજીનામા બાદ ઉપાધ્યક્ષનું પદ ખાલી પડ્યું હતું. ત્યારબાદ પક્ષો દ્વારા યોગ્ય ઉમેદવાર અંગે ચર્ચા શરૂ થઈ અને નિર્ધારિત સમયમર્યાદા પહેલાં બંને પક્ષોએ ઉમેદવારી નોંધાવી દીધી.
સત્તારૂઢ ભાજપ તરફથી પૂર્ણેશ મોદીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને સંગઠનમાં લાંબા સમયથી સક્રિય રહેલા પૂર્ણેશ મોદી પ્રશાસનિક અનુભવ અને સંગઠનાત્મક કાર્ય માટે જાણીતા છે. તેમની પસંદગી બાદ વિધાનસભાના સંચાલનમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બનવાની સંભાવના છે.
બીજી તરફ કોંગ્રેસના દાણીલીમડા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમારે ઉપાધ્યક્ષ પદ માટે દાવેદારી નોંધાવી છે. તેઓ લાંબા સમયથી વિધાનસભામાં સક્રિય છે અને વિપક્ષને બંધારણીય પરંપરા મુજબ પ્રતિનિધિત્વ મળવું જોઈએ તે મુદ્દાને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડી રહ્યા છે.
વિધાનસભામાં સંખ્યાબળના આધારે સત્તાપક્ષને સ્પષ્ટ લાભ છે. છતાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ઉતારવાથી રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ થયો છે. હવે 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં બહુમતી મેળવનાર ઉમેદવાર ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાશે.
વિધાનસભાના નિયમો અનુસાર ઉપાધ્યક્ષ અધ્યક્ષને ગૃહના સંચાલનમાં સહયોગ આપે છે અને અધ્યક્ષની ગેરહાજરીમાં કાર્યવાહી સંભાળે છે. આ કારણે આ પદને સંસદીય વ્યવસ્થામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, 15 મી ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીના 162, કોંગ્રેસના 12 અને આમ આદમી પાર્ટીના 04, અપક્ષ 03 અને સમાજવાદી પાર્ટીના 01 ધારાસભ્ય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા

દિલ્હીની SIR પ્રક્રિયામાં અચાનક VVIPના નામો કેમ સામે આવ્યા?

જમુઈમાં નાબાલિગ વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે રસ્તા પર એવું શું બન્યું કે વીડિયો વાયરલ થતાં બિહારનું રાજકારણ ગરમાયું?