અફીણ માટે લાયસન્સની માંગઃ ભાજપના ધારાસભ્યની નશાખોરીને ખુલ્લી છૂટ!
ચોટીલાના ધારાસભ્યે નશાના બંધાણીઓને પાનો ચડાવ્યો, અફીણ લાયસન્સ ન મળે તો ચૂંટણીની ધમકી

નશાખોરીને જાહેરમાં પ્રોત્સાહન આપતો ચોટીલાના ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નશાખોરીને જાહેરમાં પ્રોત્સાહન આપતો ચોટીલાના ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
રાજ્ય સરકાર ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ નાથવા માટે વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યુ હોવાના દાવા કરી રહી છે. ત્યારે ભાજપના ધારાસભ્ય અફીણના વ્યસનને જાણે કે પ્રોત્સાહન આપી રહ્યા હોય તેમ જાહેરમાં અફીણના બંધાણીઓને પાનો ચઢાવી રહ્યા છે. ચોટીલાના ભાજપના ધારાસભ્યએ મૂળી તાલુકાના ગઢડા ગામમાં અફીણના બંધાણીઓને ઉશ્કેરી સરકાર સમક્ષ અફીણના લાયસન્સ માગવા અને ન આપે તો સુરેન્દ્રનગરની બેઠક નહી જીતવા દઈએ તેવી ચીમકી આપતાં મામલો ગરમાયો છે.
ચોટીલાના ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે નશાના બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવાની શીખ આપી અફીણના લાઈસન્સની માંગ કરી છે. જાહેરમાં એવી ચીમકી ઉચ્ચારી છે કે, રાજ્ય સરકાર અફીણનું લાયસન્સ નહી આપે તો સુરેન્દ્રનગરની બેઠક ભાજપને જીતવા નહી દઈએ. શામજી ચૌહાણે જાહેરમાં કહ્યું, ‘500 જણાં ભેગા થાઓ, સરકાર આપોઆપ અફીણના લાઈસન્સ આપી દેશે.'
રાજ્યની ભાજપ સરકાર ભલે દાવા કરે પણ વાસ્તવિકતા એ છે કે, આજે યુવા પેઢી નશાનો શિકાર બની છે. દારૂ-અફીણ અને ડ્રગ્સનું છડેચોક વેચાણ થઈ રહ્યું છે. તેથી નશાના બંધાણીઓની સંખ્યા વધી રહી છે. સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ લગ્ન પ્રસંગે અફીણનો ઉપયોગ થાય છે. મોટાભાગના વિસ્તારોમાં અફીણનું વ્યસન ઘર કરી ગયુ છે. હવે દારૂની જેમ અફીણની પરમીટ મેળવવા ભાજપના ધારાસભ્ય ખુદ માંગ કરી રહ્યાં છે.
ચોટીલાના ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે મૂળી તાલુકાના ગઢડા ખાતે એક ધાર્મિક પ્રસંગમાં અફીણના બંધાણીઓને પ્રોત્સાહન આપ્યુ હતુ. તેમણે જાહેરમાં અફીણના બંધાણીઓને શીખ આપી કે, સરકાર પાસે અફીણના લાયસન્સ માંગો. ધારાસભ્ય શામજી ચૌહાણે બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવાની શીખ આપતા કહ્યું કે, 500 જણાં ભેગા થાઓ એટલે સરકાર આપોઆપ અફીણના લાયસન્સ આપી દેશે. શામજી ચૌહાણ આટલેથી અટક્યાં ન હતાં. તેમણે ચીમકી પણ ઉચ્ચારી હતી કે, જો સરકાર અફીણના લાયસન્સ નહી આપે તો સુરેન્દ્રનગરની બેઠક ભાજપને જીતવા દઈશુ નહીં.
ભાજપના ધારાસભ્યના વાણી વિલાસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ધારાસભ્ય નશાખોરીને જાહેરમાં પ્રોત્સાહન આપી રહ્યા હોય તેમ અફીણનું લાઇસન્સ લેવા જાહેરમાં માંગ કરી હતી. ભાજપના ધારાસભ્યના જાહેરમાં વાણી વિલાસનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ધારાસભ્યના વાણી વિલાસના કારણે રાજ્ય સરકાર અને ભાજપના નેતાઓને નીચા જોણું થયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!