Atishi નો ધડાકો, ભાજપની 'સામ-દામ-દંડ-ભેદ' નીતિ સામે AAP નહીં લડે મેયરની ચૂંટણી
દિલ્હી MCD ચૂંટણીમાં AAPએ મેયર પદની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી, ભાજપ પર પક્ષપલટો કરાવવાનો આરોપ મૂક્યો...

AAP નું પીછેહઠ કે નવી રાજકીય ચાલ?

AAP નું પીછેહઠ કે નવી રાજકીય ચાલ?
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીને લઈને ભૂતપૂર્વ CM અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા આતિશીએ મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી મેયરની ચૂંટણી નહીં લડે. આતિશીએ કહ્યું કે, ભાજપ જ્યાં પણ ચૂંટણી હારે છે, ત્યાં સામ, દામ, દંડ, ભેદ બધું જ અપનાવે છે. ભાજપ અન્ય પાર્ટીઓને તોડીને સરકાર બનાવે છે. MCD નું પુનઃ એકીકરણ કરાવીને 272 થી 250 વોર્ડ થયા, ચૂંટણી મોડી થઈ, MCD નું સીમાંકન થયું. MCD ની ચૂંટણી ગુજરાતની ચૂંટણી સાથે કરાવવામાં આવી. તેમ છતાં AAP MCD માં બહુમતી લઈને આવી.
આતિશીએ વધુમાં કહ્યું, "તેમનો કોઈ પણ પ્રયાસ સફળ થયો નથી. ભાજપ છેલ્લા અઢી વર્ષથી AAP ના કાઉન્સિલરો પર દબાણ કરીને અને તોડીને ભાજપમાં લઈ ગઈ છે. અમે દિલ્હીની જનતાનું સન્માન કરીએ છીએ, કોઈ પણ ધારાસભ્ય અને કાઉન્સિલરને ખરીદતા અને તોડતા નથી. આમ આદમી પાર્ટી મેયરની ચૂંટણી નહીં લડે." તેમણે કહ્યું કે, ભાજપે કાઉન્સિલરોને તોડી-ખરીદીને પોતાની સંખ્યા વધારી લીધી છે, પરંતુ અમે આ બધું કર્યું નથી અને ન અમે કરીએ છીએ, તેથી આમ આદમી પાર્ટીએ મેયરની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. ભાજપને બતાવવા દો કે તેઓ દિલ્હીવાસીઓ માટે શું કરી શકે છે.
દિલ્હીમાં ટ્રિપલ એન્જિનની સરકાર, એક એન્જિન એલજી - સૌરભ ભારદ્વાજ
જ્યારે AAP ના પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજે કહ્યું, "દિલ્હીમાં ભાજપ સત્તા માટે બેચેન છે, જ્યારે MCD ની ચૂંટણી થવાની હતી ત્યારે સીમાંકન કરાવ્યું. પરંતુ, તેમ છતાં AA Pને 134 સીટો મળી અને ભાજપને 104 સીટો મળી." તેમણે કહ્યું કે ભાજપ પોતાની સરકાર બનાવી લે. દિલ્હીમાં ટ્રિપલ એન્જિનની સરકાર છે, એક એન્જિન એલજી છે.
સૌરભ ભારદ્વાજે વધુમાં કહ્યું, "ભાજપ પાસે હવે કોઈ બહાના નથી, ટ્રિપલ એન્જિનની સરકાર તેમની પાસે પૂરી તક હશે, દિલ્હીવાસીઓ માટે કામ કરે."
ભાજપે AAP ના નિર્ણય પર પલટવાર કર્યો...
આ મામલે ભાજપની પણ પ્રતિક્રિયા આવી છે. દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું, "આમ આદમી પાર્ટી જાણે છે કે તેઓ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માત્ર બહુમતી ગુમાવી ચૂક્યા છે, પરંતુ છેલ્લા અઢી વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટી અને જાળવણી કાર્ય બંને ઠપ કરી દીધું છે. તેથી હવે આમ આદમી પાર્ટી ત્યાગનું નાટક કરી રહી છે અને શક્ય છે કે અહીંથી આગળ AAP અને કોંગ્રેસ ગઠબંધન કરે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!