રાજકોટના વ્યક્તિએ દિલ્હીના CM પર કર્યો હુમલો
દિલ્હીના CM રેખા ગુપ્તા પર રાજકોટના રાજેશ સકારિયાએ કર્યો હુમલો
CM રેખા ગુપ્તા પર હુમલો
CM રેખા ગુપ્તા પર હુમલો
આજે સવારે 'જન સુનાવણી' દરમિયાન દિલ્હીના CM રેખા ગુપ્તા પર એક વ્યક્તિએ હુમલો કરતાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલાખોરની ઓળખ રાજકોટના રહેવાસી રાજેશભાઈ સકારિયા તરીકે થઈ છે, જે 41 વર્ષના છે. પોલીસ દ્વારા આરોપીને તાત્કાલિક પકડીને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.
આ ઘટનાને દિલ્હીના CMની સુરક્ષામાં એક મોટી ચૂક તરીકે જોવામાં આવી રહી છે અને દિલ્હી પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આ મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ હુમલાવર હુમલો શા માટે કર્યો તે જાણવા પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, સાપ્તાહિક જન સુનાવણી દરમિયાન રાજેશ અચાનક બહાર આવ્યો અને મુખ્યમંત્રી પર એક ભારે વસ્તુ ફેંકી, જેના કારણે દિલ્હીના CM રેખા ગુપ્તા જમીન પર પડી ગયા. આ ઘટના પહેલાં, હુમલાખોરે મુખ્યમંત્રીને કેટલાક કાગળો આપ્યા હતા અને એક કોર્ટ કેસનો ઉલ્લેખ કર્યો હતો.આ ઘટના બાદ, મુખ્યમંત્રીને ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમના આવાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ ઉપાયુક્ત (DCP) ઘટના સમયે મુખ્યમંત્રીના આવાસ પર હાજર હતા. આ હુમલાખોર અને તેના હેતુઓ વિશે વધુ વિગતો મેળવવા માટે દિલ્હી પોલીસે ગુજરાત પોલીસનો પણ સંપર્ક કર્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રીના કેમ્પ ઓફિસમાં દર બુધવારે સવારે 7 વાગ્યે જન સુનાવણી યોજાય છે, જ્યાં તેઓ એક-એક કરીને લોકોને મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!