વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ
ધક્કામુક્કી કેસમાં રાહુલ ગાંધી સામે નોંધાઇ હતી એફઆઇઆર

વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ

વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ
દિલ્હી પોલીસે શુક્રવારે સંસદ સંકુલમાં થયેલી ધક્કામુક્કીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલ કેસને ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધો છે. એક અધિકારીએ કહ્યું કે 'હવે ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે ગુરુવારે દિલ્હી પોલીસે સંસદ સંકુલમાં ધક્કામુક્કી કેસના સંબંધમાં એફઆઈઆર નોંધી હતી અને હવે કેસ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા બાદ કોંગ્રેસ નેતાની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના કથિત અપમાનને લઈને ગુરુવારે સત્તાધારી પક્ષ અને વિપક્ષના સભ્યો સંસદ ભવનના 'મકર ગેટ' પાસે એકબીજાની સામે આવી ગયા અને સૂત્રોચ્ચાર કર્યા. દરમિયાન મકર દ્વાર પાસે વિપક્ષ અને એનડીએ સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં પૂર્વ મંત્રી પ્રતાપચંદ્ર સારંગી અને ભાજપના લોકસભા સાંસદ મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા. સંસદ સંકુલમાં ધક્કામુક્કી દરમિયાન 'શારીરિક હુમલો અને ઉશ્કેરણી' કરવાનો આરોપ લગાવીને ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં કૉંગ્રેસના નેતા વિરુદ્ધ BNSની કલમ 117 (સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવી), 115 (સ્વૈચ્છિક રીતે નુકસાન પહોંચાડવું), 125 (જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતું કૃત્ય), 131 (ગુનાહિત બળ) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શુક્રવારે કહ્યું હતું કે 'I.N.D.I.A.' ગઠબંધનના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આંબેડકર પર કેન્દ્રીય મંત્રી અમિત શાહના નિવેદન સામે વિરોધને આગળ વધારવા અંગે નિર્ણય લેવામાં આવશે. સીએમએ એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી સંસદ સંકુલમાં 'ધક્કામુક્કી' કેસમાં તેમની સામે નોંધાયેલા કાયદાકીય કેસનો સામનો કરશે. તે જ સમયે, કોંગ્રેસ મહાસચિવ અને રાહુલની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના ભાઈ વિરુદ્ધ FIR નોંધવા બદલ ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ શાસક પક્ષમાં હતાશાનું સ્તર દર્શાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?