ખેડૂતો સાથે છેતરપિંડીનો સહકારી બેન્કો સામે આક્ષેપ
ગુજરાત કોંગ્રેસે સહકારી બેન્કો સામે તાત્કાલિક કાર્યવાહી અને તપાસની માંગ કરી

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓ બેંક સામે કોંગ્રેસનો આક્ષેપ

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓ બેંક સામે કોંગ્રેસનો આક્ષેપ
ગુજરાતની સહકારી બેંકો દ્વારા ખેડૂતોના KCC ધિરાણની મર્યાદા વધાર્યા બાદ રૂપિયા 2 લાખ 8 ટકા વ્યાજ સાથે વસૂલ કરવાની ખેડૂતોને નોટિસો પાઠવવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદિપ માંગરોલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ભરૂચ ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક સહિત સહકારી બેંકો સામે કાર્યવાહી કરવા માગણી કરી છે. ખેડૂતોને પાઠવવામાં આવેલી નોટિસો સહકારી કાયદાની જોગવાઈ વિરૂદ્ધ હોવાનો સંદિપ માંગરોલાએ દાવો કર્યો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદિપ માંગરોલાએ જણાવ્યુ કે, ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક અને રાજ્યની અન્ય સહકારી બેંકો દ્વારા 28 માર્ચ 2021 ના રોજ પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર મુજબ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ધિરાણની મર્યાદા રૂપિયા3 લાખથી વધારી રૂપિયા 5 લાખ કરવામાં આવી હતી. જો કે, બાદમાં ખેડૂતોને 2 લાખ રૂપિયાની વધારાની રકમ જમા કરવા નોટિસો પાઠવવામાં આવી છે. આ નોટિસમાં રૂપિયા 2 લાખ ઉપર 8 ટકા વ્યાજ વસૂલ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે રાજ્ય અને કેન્દ્ર સરકારની સહકારી કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યની સહકારી બેંકોના કેટલાક સંચાલકોએ ખેડૂતોને ચૂંટણી પહેલા ખોટી લાલચો આપી છેતરપિંડી કરવામાં આવી રહી છે. ખેડૂતો પાસેથી વધારાનું ધિરાણ વસૂલ કરીને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ સહકારી કાયદાના નિયમોનો ભંગ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં માવઠાંના કારણે ખેડૂતના ખરીફ પાકને ભારે નુકસાન થયેલું છે. ખેડૂતો પહેલેથી જ આર્થિક સંકટમાં છે. તેવા સમયે બેન્કો દ્વારા ગેરકાયદે વ્યાજ વસૂલવા માટે આપેલી નોટિસો ખેડૂત વિરોધી પગલું છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને રાજ્યની તમામ જિલ્લા સહકારી બેન્કોની તાત્કાલિક તપાસ હાથ ધરવા, સહકારી કાયદાનું ઉલ્લંઘન કરનાર સંચાલકો અને અધિકારીઓ સામે સહકારી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી છે. જ્યારે ખેડૂતો પાસેથી ગેરકાયદે વસૂલ કરાયેલી રકમ સંચાલકો પાસેથી વસૂલ કરવા અને ખેડૂતોને પરત આપવા માગણી કરી છે.
આ માટે સંદિપ માંગરોલાએ RBI અને NABARD ની સંયુક્ત દેખરેખ સમિતિ રચીને તપાસ કરવા માગણી કરી છે. ખેડૂત વિરોધી નીતિ અને સહકારી ક્ષેત્રના દુરૂપયોગ મામલે તાત્કાલિક પગલા લેવામાં નહીં આવે તો ખેડૂતોના હિત માટે રાજ્ય વ્યાપી આંદોલન છેડવા માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરશે તેવી ચીમકી પણ આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!