ગુજરાત પર દેવા મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારના આંકડામાં વિરોધાભાસ હોવાનો આરોપ
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લોકસભા અને ગુજરાત વિધાનસભાના આંકડા રજૂ કર્યા

ગુજરાત વિધાનસભામાં 3.70 લાખ કરોડ અને લોકસભામાં 4.43 લાખ કરોડ દર્શાવાયાનો આક્ષેપ

ગુજરાત વિધાનસભામાં 3.70 લાખ કરોડ અને લોકસભામાં 4.43 લાખ કરોડ દર્શાવાયાનો આક્ષેપ
સુરેશ વણોલ, અમદાવાદ
કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના જુઠ્ઠાણાની કોંગ્રેસે પોલ ખોલી છે. ગુજરાત પર દેવા બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારના આંકડામાં વિરોધાભાસ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત વિધાનસભા અને લોકસભાના આંકડા રજૂ કરીને વિરોધાભાસ છતો કર્યો છે. શક્તિસિંહ ગોહિલના આક્ષેપ મુજબ ગુજરાત વિધાનસભામાં 3.70 લાખ કરોડ અને લોકસભામાં 4.43 લાખ કરોડ ગુજરાતનું દેવુ દર્શાવાયુ છે.
ભાજપ સરકાર દ્વારા ગુજરાત વિધાનસભામાં આપવામાં આવેલા ખોટા આંકડા અંગે પોલ ખોલતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભામાં હંમેશા સત્ય અને પારદર્શક સંસદીય કામગીરીની પરંપરા રહી છે. ભાજપ સરકાર દ્વારા વિધાનસભામાં ગુજરાત રાજ્યનું કુલ દેવું 3,70,000 કરોડ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જો કે, લોકસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા જવાબમાં ગુજરાત રાજ્ય પર 4,43,753.3 કરોડ જેટલું દેવું દર્શાવવામાં આવ્યું છે.
ગોહિલે વધુમાં જણાવ્યુ કે, લોકસભામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ ‘સ્ટેટ ફાયનાન્સ: એ સ્ટડી ઓફ બજેટ ઓફ 2023-24’ અંતર્ગત આપવામાં આવેલી વિગતો દર્શાવે છે કે ગુજરાત રાજ્યનું દેવું સતત વધી રહ્યું છે. વર્ષ 2007માં રાજ્ય પર 90,955.7 કરોડ દેવું હતું. જે વધીને વર્ષ 2023-24માં 4,43,753.3 કરોડ અને વર્ષ 2025માં 4,94,435.9 કરોડ થઇ જશે. જે રાજ્યના એક વર્ષના કુલ બજેટ કરતાં પણ વધુ છે. પૂજ્ય ગાંધી બાપુ અને સરદાર સાહેબના ગુજરાતમાં સાદગી અને સરળતાને કાર્યપદ્ધતિ બનાવી હતી. જયારે ભાજપ સરકારે કરોડો રૂપિયા દેવું કર્યું પણ ગુજરાતના નાગરીકોને ૫૦૦ રૂપિયે ગેસનો બાટલો નથી મળતો. મહિલાઓને મફત બસ પ્રવાસ આપવામાં નથી આવતો. આ જ દર્શાવે છે કે ભાજપ સરકાર માનીતા ઉદ્યોગપતિઓ માટે જ કામ કરી રહી છે.
ગુજરાતમાં બાળક 66 હજાર રૂપિયાનું દેવું લઈને જન્મે છે
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ 20 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાત વિધાનસભામાં રૂપિયા 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું હતુ. આ બજેટ કરતાં ગુજરાતનું દેવું વધી ગયું છે. ગુજરાતમાં જન્મ લેનાર પ્રત્યેક બાળક 66 હજાર રૂપિયાનું દેવું લઈને જન્મે છે. ગુજરાત રાજ્યનું જાહેર દેવું 3,77,963 કરોડને પાર થઈ ગયું છે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતના જાહેર દેવા અંગે પૂછેલા પ્રશ્નમાં સરકારે લેખિતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનું જાહેર દેવું 3,77,963 કરોડથી વધુ છે. આ રકમ ગુજરાતના 2025-26ના બજેટ કરતાં પણ વધુ છે.
જાહેર દેવા પેટે ગુજરાત સરકારે વર્ષ 2023-2024માં બે વર્ષમાં વ્યાજ પેટે 25,212 કરોડ ચૂકવ્યા છે અને રૂ. 26,149 કરોડ મુદ્દલ ચૂકવી છે. જ્યારે નાણાકીય સંસ્થાની લોન 7 હજાર કરોડ, બજાર લોન 51 હજાર કરોડ તેમજ કેન્દ્રીય લોન 7,634 કરોડની ચાલુ છે. જ્યારે 2022-2023ના વર્ષમાં ગુજરાત સરકારે જાહેર દેવા પેટે 23,442 કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું અને 22,159 કરોડની મુદ્દલ ચુકવી દેવામાં આવી હતી.
વર્ષ 2025-26ના બજેટમાં રજૂ કરાયેલા અંદાજ મુજબ દેવું વધીને 4,55,537 કરોડ થશે. જ્યારે 2026-2027ના અંતે દેવું વધીને 4,73,651 કરોડ થશે. વર્ષ 2010માં 37 હજાર કરોડ રૂપિયાના બજેટનું કદ વધીને 3,70,250 કરોડ રૂપિયાનું થઈ ગયું છે. પરંતુ, ગુજરાત દેવાના ડુંગર તળે કચડાઈ રહ્યું હોવાની વરવી વાસ્તવિક્તા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?