CM અને DyCMને કૌભાંડમાં ફસાવવાના કાવતરાનો પર્દાફાશ
મહારાષ્ટ્રના CM ફડણવીસ અને DyCM શિંદેને ULC કૌભાંડમાં ફસાવવાનો પૂર્વ DGP પર આરોપ

પૂર્વ DGP સંજય પાંડેએ CM ફડણવીસ અને DyCM એકનાથ શિંદેને ફસાવવાનું કાવતરૂ ઘડ્યું હતું

પૂર્વ DGP સંજય પાંડેએ CM ફડણવીસ અને DyCM એકનાથ શિંદેને ફસાવવાનું કાવતરૂ ઘડ્યું હતું
મહારાષ્ટ્રમાં વર્ષ 2021થી ચાલી રહેલા યુએલસી કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાએ એક અહેવાલમાં આરોપ લગાવ્યો છે કે, તત્કાલિન ડીજીપી સંજય પાંડેએ વિપક્ષી નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું.
મહારાષ્ટ્રમાં થયેલા મોટા ખુલાસાએ મહારાષ્ટ્રના રાજકારણ અને પોલીસ તંત્રને હચમચાવી દીધું છે. પૂર્વ પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાએ તૈયાર કરેલા અહેવાલમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે વર્ષ 2021માં તત્કાલિન ડીજીપી સંજય પાંડેએ યુએલસી કૌભાંડમાં તત્કાલિન વિપક્ષી નેતા અને વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને ખોટા આરોપોમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.
મહારાષ્ટ્ર ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને આ અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે સંજય પાંડેએ થાણેના ડીસીપી લક્ષ્મીકાંત પાટિલ અને એસીપી સરદાર પાટિલને વર્ષ 2016ના યુએલસી કેસમાં ફડણવીસ અને શિંદેને આરોપી તરીકે નામ આપવા અને બિલ્ડરો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરાયો હોવાનો નિર્દેશ આપ્યો હતો.
અહેવાલમાં જણાવાયુ છે કે, એસીપી સરદાર પાટીલ પર ફડણવીસ અને શિંદેની ધરપકડ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સંજય પુનમિયાએ તપાસ એજન્સીઓને એક ઓડિયો ક્લિપ પૂરી પાડી હતી. જેમાં કથિત રીતે સંજય પાંડે, લક્ષ્મીકાંત પાટીલ અને સરદાર પાટીલ વચ્ચે ફડણવીસને ફસાવવા અંગેની વાતચીતનો ઉલ્લેખ થયેલો છે.
રિપોર્ટમાં કોપરી પોલીસ સ્ટેશનના કેસ સીઆર નંબર 176/2021નો પણ ઉલ્લેખ છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, ડીસીપી લક્ષ્મીકાંત પાટીલે પુનમિયા અને સુનિલ જૈનની ધરપકડ પછી પૂછપરછ કરી હતી. જોકે તેઓ આ કેસમાં તપાસ અધિકારી ન હતા. પૂછપરછ દરમિયાન, પુનમિયા પર ફડણવીસે બિલ્ડરો પાસેથી ઉઘરાવેલા પૈસા જાહેર કરવા દબાણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટમાં તારણ કાઢવામાં આવ્યું છે કે, આ સમગ્ર ઘટના રાજકીય બદલો લેવા માટે પોલીસ મશીનરીનો દુરુપયોગ દર્શાવે છે. આ ખુલાસાથી મહારાષ્ટ્રમાં સત્તા, કાયદો અને વ્યવસ્થા અને નિષ્પક્ષ તપાસની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ કેસમાં તપાસ અને કાર્યવાહીની માગણીઓ વેગ પકડી રહી છે. જેના કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચે તેવી શક્યતા છે.
યુએલસી કૌભાંડ શું છે?
મહારાષ્ટ્રમાં શહેરી જમીન ટોચમર્યાદા (ULC) કૌભાંડ એ શહેરી જમીન ટોચમર્યાદા અધિનિયમ, 1976 સાથે જોડાયેલું જમીન કૌભાંડ છે. આ કાયદા હેઠળ, 500 ચોરસ મીટરથી વધુ જમીન ધરાવતા શહેરી વિસ્તારોને સરકાર દ્વારા જાહેર ઉપયોગ માટે જમીનનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે સંપાદિત કરવામાં આવ્યા હતા. જોકે, આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર વધુ થતાં રાજ્યને નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું હતું.
આ કૌભાંડમાં જમીન માલિકોએ સરકારી સંપાદન ટાળવા અને ઓછું વળતર મેળવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. ULC ની મદદથી બનાવટી પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હતા. જેનાથી જમીન માલિકો તેમની મિલકત સરકારની પહોંચની બહાર રાખી શક્યા હતા. જેના કારણે કરોડો રૂપિયાની જમીન ગેરકાયદે સુરક્ષિત કરવામાં આવી હતી અને સરકારને નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું હતું.
બોમ્બે હાઈકોર્ટે આ કૌભાંડને અત્યાર સુધીના સૌથી મોટા જમીન કૌભાંડોમાંનું એક ગણાવ્યું છે. ભવિષ્યમાં આવા ભ્રષ્ટાચારને રોકવા માટે કોર્ટે આ કેસમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ કેસમાં પોલીસે ઘણી ધરપકડો પણ કરી છે. તપાસ ચાલુ છે અને આશા છે કે ગુનેગારોને કડક સજા મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!