સલાયામાં ભાજપનો સફાયો તો આમ આદમી પાર્ટીએ કર્યું ચોંકાવનારું પ્રદર્શન
સતત બીજી વાર કોંગ્રેસે સલાયામાં સત્તા ટકાવી રાખી

સતત બીજી વાર કોંગ્રેસે સલાયામાં સત્તા ટકાવી રાખી

સતત બીજી વાર કોંગ્રેસે સલાયામાં સત્તા ટકાવી રાખી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે પરિણામો જાહેર થયા છે જેમાં અનેક ચોંકાવનારા પરિણામો પણ જોવા મળ્યા છે જેમાં દેવભઊમિ દ્વારકાના સલાયા નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે જ્યારે નવાઇની વાત એ છે કે સલાયા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ સારુ પ્રદર્શન કર્યું છે. 28 બેઠકો ધરાવતી સલાયા નગરપાલિકામાં કોંગ્રેસે 15 બેઠકો પર જીત મેળવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ 13 સીટો પર જીત મેળવી છે પણ ભાજપને એક પણ બેઠક મળી શકી નથી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એકદંરે ભાજપે મેદાન માર્યું છે પણ ભાજપની જીતની મીઠાઇમાં સલાયા નગરપાલીકાએ કડવાહટ પેદા કરી છે કારણ કે સલાયામાં ભાજપનો સફાયો થઇ ગયો છે જેના કારણે ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે. ગુજરાતમાં સલાયા નગરપાલિકા કદાચ એક માત્ર નગરપાલિકા હશે જ્યાં ભાજપ ખાતું પણ ખોલાવી શક્યો નથી. સલાયામાં કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યું છે અને લોકોએ કોંગ્રેસ પર ભરોસો મુક્યો છે તો આમ આદમી પાર્ટીએ પણ 13 બેઠકો જીતીને વિપક્ષનું સ્થાન મેળવ્યું છે તે આ ચૂંટણીની રસપ્રદ વાત રહી છે. તેણે અહીં ભાજપને નહીં પણ કોંગ્રેસને સીધી ટક્કર આપી છે. ભાજપ માટે સલાયાના નગરજનોએ પશ્ચાતાપ કરવાનો મોકો આપી ને તમામ ઉમેદવારોને ઘરભેગા કરી દીધા છે.
આમ તો સલાયા નગરપાલિકા કોંગ્રેસ પાસે જ હતી અને સતત બીજી વખત કોંગ્રેસે સલાયામાં સત્તા મેળવવામાં સફળતા મેળવી છે પણ આ વખતે આમ આદમી પાર્ટીએ અહીં ભાજપ કરતા સારું પ્રદર્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે સલાયામાં 7 વોર્ડની 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિતના 98 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?