મતદાર યાદી સુધારણા સામે કોંગ્રેસના ગંભીર સવાલ
બે સ્થળે નામ ધરાવતી એન્ટ્રીઓ અટકાવવા સોફ્ટવેર ટેકનોલોજી છતાં તેનો કેમ ઉપયોગ નહી?

કોંગ્રેસના ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે ચૂંટણી પંચને પત્ર લખી સવાલ કર્યા

કોંગ્રેસના ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે ચૂંટણી પંચને પત્ર લખી સવાલ કર્યા
હાલમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કામગીરીને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ ચૂંટણીપંચ સામે ગંભીર સવાલો કર્યો છે. બે સ્થળે નામ ધરાવતા મતદારોને શોધી કાઢવા સોફ્ટવેર ટેકનોલોજી ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી તે બાબતે 26 નવેમ્બરે જવાબ રજૂ કરવા સુપ્રીમકોર્ટે ચૂંટણીપંચને નોટિસ ઈસ્યુ કર્યો હોવાનો કોંગ્રેસના ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે દાવો કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર ઉપરાંત રાજ્ય ચૂંટણી પંચને પણ તેમણે પત્ર લખ્યો છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને લખેલા પત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે જણાવ્યુ છે કે, ભારતની ચૂંટણી પ્રણાલી લોકશહીની મજબૂત આધારશિલા છે. દરેક નાગરિક ચૂંટણી પંચ ઉપર વિશ્વાસ ધરાવે છે અને આ વિશ્વાસ જાળવી રાખવાની જવાબદારી ચૂંટણી કમિશનની છે. આજના ડિજિટલ યુગમાં મતદાર યાદીનું શુદ્ધિકરણ સોફ્ટવેર ટેકનોલોજી દ્વારા સરળતાથી થઈ શકે છે, પરંતુ હાલ ચાલી રહેલી SIR પ્રક્રિયા દરમિયાન અનેક પ્રશ્નો ઊભા થયા છે.
તેમણે ઉમેર્યુ કે, SIRનો મુખ્ય ઉદ્દેશ મતદારયાદીને શુદ્ધ બનાવી દરેક ભારતીય નાગરિકને એક મતનો અધિકાર સુરક્ષિત રાખવાનો છે. કોઈપણ નાગરિકનું નામ મતદારયાદીમાં ઉમેરાતું રહી જવું અથવા બે સ્થળે નોંધાઈ જવું લોકશાહી માટે ખતરનાક સ્થિતિ પેદા કરે છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ બે સ્થળે નામ હોવા માટે જેલની સજા તથા દંડની જોગવાઈ છે.
વધુમાં જણાવ્યુ કે, રાજ્ય ચૂંટણી કમિશન પાસે બે સ્થળે નામ ધરાવતા મતદારોને શોધવા માટે પૂરતી સોફ્ટવેર ટેકનોલોજી ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ ન થવાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને પરપ્રાંતિય મતદારો જે બે રાજ્યોમાં રહે છે, તેઓ અજાણ્યામાં જટિલ કાનૂની પ્રક્રિયામાં ફસાઈ રહ્યા છે. એમની સ્વેચ્છાને માન આપીને એક રાજ્યમાં નામ યથાવત રાખી બીજા રાજ્યમાંથી કમી કરવાની સુવ્યવસ્થિત વ્યવસ્થા જ જોઈએ.
ગત સપ્તાહે સુપ્રીમકોર્ટે પણ SIR પ્રક્રિયા અંગે ચૂંટણી પંચને કટોકટી ટિપ્પણીઓ સાથે નોટિસ પાઠવી છે. બે સ્થળે નામ શોધવા માટેનું સોફ્ટવેર ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કેમ ન થયો. તેની માહિતી 26 નવેમ્બર સુધી આપવા આદેશ કરવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યુ કે, ગુજરાતમાં હજારો પરપ્રાંતિય મતદારો, ખાસ કરીને બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા અને અન્ય રાજ્યોના રહેવાસીઓ ઔદ્યોગિક શહેરોમાં ભાડુઆત તરીકે રહે છે. એમના મૂળ રાજ્યની મતદારયાદીમાં નામ હોવા છતાં ગુજરાતની યાદીમાં પણ નામ મળી રહે છે. આવી પરિસ્થિતિ અટકાવવા માટે, તેમના 2002ની મૂળ મતદારયાદીમાં દર્શાવેલા વાલી-વારસાના પુરાવા આધારે યોગ્ય ચકાસણી બાદ જ એક રાજ્યમાં નામ રાખવાની પ્રક્રિયા સુનિશ્ચિત થવી જોઈએ.
દરેક નાગરિકના મતાધિકારનું સંરક્ષણ અને પારદર્શક લોકશાહી માટે મતદારયાદીની શુદ્ધતા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ટેકનોલોજી હાજર છે, હવે તેનો યોગ્ય ઉપયોગ તથા કડક અમલ જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!