ગુજરાતમાં હવે કોંગ્રેસ ભાજપના રસ્તે.. કોંગ્રેસમાં મોટી હલચલ
કોંગ્રેસ લગભગ 30 વર્ષથી ગુજરાતમાં સત્તાની બહાર છે

કોંગ્રેસ લગભગ 30 વર્ષથી ગુજરાતમાં સત્તાની બહાર છે

કોંગ્રેસ લગભગ 30 વર્ષથી ગુજરાતમાં સત્તાની બહાર છે
હવે આગામી 2 વર્ભાષ સુધી ગુજરાત કોંગ્રેસમાં મોટી હલચલ રહેશે કારણ કે કોંગ્રેસે પણ હવે ભાજપના રસ્તે ચાલીને ભાજપની ચૂંટણી રણનીતિનો સામનો કરવા માટે, કોંગ્રેસે 2027ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે પાર્ટીએ 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસ સંમેલનનું આયોજન કર્યું છે. એપ્રિલમાં આ કાર્યક્રમ સાથે, વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ઔપચારિક રીતે શરૂ થશે. કોંગ્રેસ લગભગ 30 વર્ષથી ગુજરાતમાં સત્તાની બહાર છે. કોંગ્રેસે છેલ્લા 30 વર્ષમાં તમામ ચૂંટણીઓમાં ઘણી વાર પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો હતો. તાજેતરની સ્થાનિક સ્વરાજ અને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પણ નિરાશાજનક પરિણામો આવ્યા છે. હવે કોંગ્રેસ મિશન 2027 હેઠળ અત્યારથી ચૂંટણી મોડમાં સક્રિય થવા માંગે છે.
ભુતકાળમા 1921માં અમદાવાદ 1902 પછી બીજી વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વાર્ષિક અધિવેશનનું યજમાન બન્યું હતું તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 51મું અધિવેશન 1938માં હરિપુરા-કામરેજ સુરતમાં થયું હતું, જેની અધ્યક્ષતા સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ 1961માં ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. હવે કેન્દ્રમાં 2 ગુજરાતીનો દબદબો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાથી, ગુજરાતમાં યોજાતી દરેક ચૂંટણી મહત્વપૂર્ણ છે. કારણ કે આખા દેશની નજર ગુજરાતમાં હોય છે અને તેની ચર્ચા દેશભરમાં થાય છે. આવી સ્થિતિમાં, કોંગ્રેસને લાગે છે કે જો તે માનસિક રીતે અને સંગઠાત્મક રીતે આગળ વધવા માંગતી હોય, તો તેણે ગુજરાતમાં ભાજપને હરાવવું પડશે.
કોંગ્રેસ તેની રણનીતિને ધ્યાનમાં રાખીને આગામી 1-2 મહિનામાં આગામી બે વર્ષ માટે કાર્યક્રમ તૈયાર કરશે. હવે રાજ્યમાં પક્ષના ટોચના નેતાઓની મુલાકાતો પણ વધશે. ગુજરાતના કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ ગયા વર્ષે જ ગુજરાતમાં ભાજપને હરાવવાનો પડકાર ફેંક્યો હતો. પછી તેમણે સંસદમાં કહ્યું હતું કે તમારે લેખિતમાં લેવું જોઈએ. આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. ગુજરાતમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન ભાજપને હરાવશે.
જોકે, જે રીતે કોંગ્રેસ એક પછી એક હારનો સામનો કરી રહી છે, તેનાથી પાર્ટીના કાર્યકરોનું મનોબળ ડગમગી ગયું છે. હવે આ સંમેલન દ્વારા, કોંગ્રેસ પાર્ટી તેના કાર્યકરો અને નેતાઓમાં જીવન ભરવાનો પ્રયાસ કરી રહી છે. તેમનો પ્રયાસ ભાજપ વિરુદ્ધ મતદારોને આકર્ષવાનો રહેશે. છેલ્લી ચૂંટણી એટલે કે 2022માં આમ આદમી પાર્ટીએ પણ પાંચ બેઠકો જીતી હતી.
1995 થી, ભાજપ ગુજરાત વિધાનસભામાં 100 થી વધુ બેઠકો જીતી રહ્યું છે. 2017 માં, કોંગ્રેસે 99 પર ભાજપનો વિજય રથ રોકી દીધોલ હતો. 2022માં ભાજપને 53 ટકા મત અને 148 બેઠકો મળી હતી. કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી. હવે કોંગ્રેસ ઘણા સમયથી પોતાના સારા દિવસો લાવવાનો પ્રયાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?