કોંગ્રેસના નેતાએ PM મોદી-RSSના વખાણ કરતાં આશ્ચર્ય!
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે સોશિયલ મીડિયા X પર કરેલી પોસ્ટથી રાજકીય ચર્ચાઓ તેજ

"આ સંગઠનની શક્તિ છે..." દિગ્વિજયસિંહે X પર પીએમ મોદીનો જૂનો ફોટો શેર કર્યો

"આ સંગઠનની શક્તિ છે..." દિગ્વિજયસિંહે X પર પીએમ મોદીનો જૂનો ફોટો શેર કર્યો
દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક પહેલાં વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો શેર કરી RSS અને જનસંઘના સંગઠનાત્મક માળખા અંગે વખાણ કર્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટતા કરી કે આ ટિપ્પણી ટીકા તરીકે નહીં, પરંતુ પ્રશંસા તરીકે હતી.
કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની મહત્વપૂર્ણ બેઠક પહેલા વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહં સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. દિગ્વિજયસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જૂનો ફોટો શેર કર્યો. જેમાં મોદી વરિષ્ઠ નેતાઓના પગ પાસે જમીન પર બેઠેલા જોવા મળે છે.
ફોટા સાથે દિગ્વિજયસિંહે લખ્યું, "મને આ તસવીર Quora પર મળી. તે ખૂબ જ પ્રભાવશાળી છે. કેવી રીતે એક પાયાના RSS સ્વયંસેવક અને જનસંઘ કાર્યકર ભાજપના નેતાઓના પગ પાસે બેસીને રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન બન્યા. આ સંગઠનની શક્તિ છે. જય સિયારામ."
આ પોસ્ટની સાથે મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેટલાક લોકોએ તેને વડાપ્રધાન પર કટાક્ષ તરીકે જોયું છે. જ્યારે અન્ય લોકોએ તેને સંગઠનાત્મક રાજકારણ પર ટિપ્પણી ગણાવી છે. દિગ્વિજયસિંહે મીડિયા સાથે સ્પષ્ટતા કરી કે, તેમનો કોઈપણ રીતે ટીકા કરવાનો ઈરાદો નહોતો. તેમણે કહ્યું કે, આ પોસ્ટ RSS અને BJPના સંગઠનાત્મક માળખાની તાકાત બતાવવા માટે હતી.
આ પોસ્ટ કર્યા બાદ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં દિગ્વિજયસિંહે કોંગ્રેસ સંગઠનમાં સુધારા અને સત્તાના વિકેન્દ્રીકરણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. 19 ડિસેમ્બરે તેમણે રાહુલ ગાંધીનો એક વીડિયો રીટ્વીટ કર્યો. જેમાં લખ્યું કે, "રાહુલ ગાંધીજી, તમે સામાજિક-આર્થિક મુદ્દાઓ પર બિલકુલ સાચા છો. પૂર્ણ ગુણ, પરંતુ હવે કૃપા કરીને કોંગ્રેસને પણ જુઓ."
કોંગ્રેસ પક્ષની અંદરના વર્તમાન વાતાવરણ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું, "જેમ ECI ને સુધારાની જરૂર છે. તેવી જ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને પણ સુધારાની જરૂર છે. તમે 'સંગઠન નિર્માણ' થી શરૂઆત કરી છે. પરંતુ આપણને વધુ વ્યવહારુ વિકેન્દ્રિત કામગીરીની જરૂર છે. મને ખાતરી છે કે તમે તે કરશો કારણ કે હું જાણું છું કે તમે તે કરી શકો છો. એકમાત્ર સમસ્યા એ છે કે તમને મનાવવા સરળ નથી. જય સિયારામ."
દિગ્વિજય સિંહની ટિપ્પણી 27 ડિસેમ્બર, શનિવારના રોજ દિલ્હીના ઇન્દિરા ભવન સ્થિત AICC મુખ્યાલયમાં યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક પહેલાં કરવામાં આવી છે. તેના કારણે રાજકીય ઉથલપાથલની ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કે.સી.વેણુગોપાલ, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, શશિ થરૂર, ડી.કે. શિવકુમાર, અભિષેક મનુ સિંઘવી, સલમાન ખુર્શીદ અને દિગ્વિજયસિંહ પોતે બેઠકમાં હાજર રહ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!