કોંગ્રેસ અને તેની સડેલી ઇકોસિસ્ટમ છુપાવી શકાય નહીં: PM MODI
કોંગ્રેસે આંબેડકરને એક વાર નહીં પરંતુ બે વાર ચૂંટણીમાં હરાવ્યા હોવાનો પીએમ મોદીનો આરોપ

કોંગ્રેસ અને તેની સડેલી ઇકોસિસ્ટમ છુપાવી શકાય નહી : PM MODI

કોંગ્રેસ અને તેની સડેલી ઇકોસિસ્ટમ છુપાવી શકાય નહી : PM MODI
એક તરફ વિપક્ષ ગૃહમંત્રી અમિત શાહ પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહનો બચાવ કર્યો અને એક પછી એક પોસ્ટની હારમાળા કરી હતી. તેમણે રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચા પર ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલા ભાષણની પ્રશંસા કરી હતી. આ સાથે પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે કોંગ્રેસ અને તેની સડેલી ઇકો સિસ્ટમ વિચારે છે કે તેમના દુર્ભાવનાપૂર્ણ જૂઠ ઘણા વર્ષોના કુકર્મ, વિશેષ કરીને ડો.આંબેડકરની પ્રતિ તેમના અપમાનને છુપાવી શકાય છે તો તે ખોટુ વિચારી રહ્યા છે. દેશના લોકોએ ઘણી વાર જોયું છે કે કેવી રીતે એક વંશના નેતૃત્વવાળી પાર્ટીએ ડો. આંબેડકરની વિરાસતને મીટાવવા અને એસસી એસટી સમુદાયને અપમાનીત કરવા માટે દરેક ગંદી ચાલ ચાલી છે.
આંબેડકરને લઈને કોંગ્રેસના ગુનાઓ ગણાવતા પીએમ મોદીએ લખ્યું, "તેઓ (આંબેડકર)ને એક વાર નહીં પરંતુ બે વાર ચૂંટણીમાં હરાવ્યા હતા." પંડિત નેહરુએ તેમની સામે પ્રચાર કર્યો અને તેમની હારને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો. તેમને ભારત રત્ન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમના સન્માનને સંસદના સેન્ટ્રલ હોલમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.
તેમણે વધુમાં કહ્યું કે, “કોંગ્રેસ ગમે તેટલી કોશિશ કરી શકે. પરંતુ, તે એ નકારી શકતી નથી કે તેમના શાસનમાં SC/ST સમુદાયો સામે સૌથી ભયાનક હત્યાકાંડો થયા છે. તેઓ વર્ષો સુધી સત્તામાં રહ્યા, પરંતુ SC અને ST સમુદાયોને સશક્ત કરવા માટે કંઈ કર્યું નહીં.
પીએમ મોદીએ ગૃહમંત્રીનો વિડિયો શેર કરતા લખ્યું કે, "સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે ડૉ. આંબેડકરનું અપમાન કરવા અને એસસી/એસટી સમુદાયોની અવગણના કરવાના કોંગ્રેસના કાળા ઈતિહાસનો પર્દાફાશ કર્યો. તેમના દ્વારા રજૂ કરાયેલી હકીકતોથી તેઓ સ્પષ્ટપણે ચોંકી ગયા છે, તેથી જ તેઓ હવે નાટકમાં વ્યસ્ત છે! દુર્ભાગ્યે, લોકો સત્ય જાણે છે.
તેમણે કહ્યું કે આપણે જે કંઈ પણ છીએ, તે ડૉ.બાબાસાહેબ આંબેડકરના કારણે છીએ! ડો.બાબાસાહેબ આંબેડકરના સ્વપ્નને સાકાર કરવા અમારી સરકારે છેલ્લા એક દાયકામાં અથાક પ્રયાસો કર્યા છે. કોઈ પણ ક્ષેત્ર લો - પછી તે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા, SC/ST એક્ટને મજબૂત કરવો, અમારી સરકારના મુખ્ય કાર્યક્રમો જેવા કે સ્વચ્છ ભારત, PM આવાસ યોજના, જલ જીવન મિશન, ઉજ્જવલા યોજના અને બીજા ઘણા બધા, આ દરેકે જીવનને સ્પર્શ્યું છે.
પીએમ મોદીએ છેલ્લે એક્સ-પોસ્ટમાં લખ્યું, "અમારી સરકારે પંચતીર્થ, ડૉ. આંબેડકર સાથે સંકળાયેલા પાંચ પ્રતિષ્ઠિત સ્થળોને વિકસાવવાનું કામ કર્યું છે. ચૈત્ય ભૂમિ માટે જમીનનો મુદ્દો દાયકાઓથી પેન્ડિંગ હતો. અમારી સરકારે માત્ર આ મુદ્દાને ઉકેલ્યો નથી, પરંતુ હું ત્યાં પ્રાર્થના કરવા પણ ગયો છું. અમે દિલ્હીમાં 26, આલીપુર રોડ પણ વિકસાવ્યો છે, જ્યાં ડૉ. આંબેડકરે તેમના છેલ્લા વર્ષો વિતાવ્યા હતા. લંડનમાં તે જ્યાં રહેતા હતા તે ઘર પણ સરકારે હસ્તગત કરી લીધું છે. જ્યારે ડૉ. આંબેડકરની વાત આવે છે, ત્યારે આપણું હૃદય આદર અને શ્રદ્ધાથી ભરાઈ જાય છે.
—IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?