સરદાર પટેલ સાથે કોંગ્રેસે હંમેશા અન્યાય કર્યોઃ BJP
ગુજરાતમાં 182 વિધાનસભામાં સરદાર પટેલની યાદમાં ભાજપની પદયાત્રા યોજાશેઃ જગદીશ વિશ્વકર્મા

સરદાર પટેલ યુનિટી માર્ચની માહિતી આપતા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા

સરદાર પટેલ યુનિટી માર્ચની માહિતી આપતા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા
ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે ભાજપ દ્વારા વિશાળ સ્તરે ‘સરદાર@150 યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની આઈટીસી નર્મદા હોટલ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ માહિતી આપી હતી કે આ પદયાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં 182 વિધાનસભા કક્ષાએ યોજાશે.
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે કોંગ્રેસે હંમેશા સરદાર સાહેબ સાથે અન્યાય કર્યો હતો. સરદાર પટેલને ભારત રત્ન આપવા કોંગ્રેસને 41 વર્ષ લાગ્યા હતા. ભાજપનો હેતુ એ છે કે નવી પેઢી સરદાર સાહેબના વિચારો, જીવનમૂલ્યો અને દેશની એકતામાં તેમના યોગદાનથી પ્રેરણા લે.
આ યુનિટી માર્ચના ભાગરૂપે જૂનાગઢથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યાત્રાનો આરંભ કર્યો છે. 16 નવેમ્બરે નિકોલ અને 17 નવેમ્બરે ઘાટલોડિયા વિધાનસભામાં પણ પદયાત્રાનું આયોજન થશે, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જોડાશે. દરેક વિધાનસભામાં યાત્રાની શરૂઆત સરદાર પટેલ, ડૉ. આંબેડકર કે અન્ય મહાન રાષ્ટ્રપુરુષોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણથી થશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા, રાજ્ય મંત્રીઓ, ધારાસભ્યો અને ભાજપના હજારો કાર્યકરો આ યાત્રામાં જોડાશે. વિવિધતામાં એકતાનો સંદેશ પહોંચાડતા આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, NGO અને યુવાનોનો વિશાળ સહભાગ રહેશે.
યાત્રાનો બીજો તબક્કો 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી કરમસદથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજાશે. 152 કિલોમીટર લાંબી આ 11 દિવસીય યાત્રામાં દરરોજ 400થી 500 યુવાનો ભાગ લેશે. આ પદયાત્રા દરમિયાન રાષ્ટ્રીય સ્તરના મહાનુભાવો, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ જોડાશે. અંતે દિવ્ય સમારંભ સાથે આ યાત્રાનું સમાપન થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!