ગુજરાતમાં બાળલગ્નનું વરવું રૂપ: કોંગ્રેસના પ્રહાર
1633 સગીરાઓ ગર્ભવતી; ભાજપના 'બેટી બચાવો'ના નારા વચ્ચે બાળલગ્નનો દર 21.8 ટકાએ પહોંચ્યો

એક વર્ષમાં 1633 મહિલાના બાળ વિવાહ

એક વર્ષમાં 1633 મહિલાના બાળ વિવાહ
આરોગ્ય વિભાગના ડેટાથી ખળભળાટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ સરકારના જ આરોગ્ય વિભાગના ૩ ડિસેમ્બર ૨૦૨૫ના સત્તાવાર ડેટાને ટાંકીને ગંભીર આક્ષેપો કર્યા છે. ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૫ના સર્વે મુજબ, રાજ્યમાં ૧૩ થી ૧૬ વર્ષની ૧૬૩૩ દીકરીઓ સગર્ભા છે. આ આંકડો દર્શાવે છે કે કાયદાની કડક અમલવારીના અભાવે માસૂમ દીકરીઓનું બાળપણ છીનવાઈ રહ્યું છે અને તેમનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે.
સરકારની નિષ્ફળતા દર્શાવતા આંકડાકીય પુરાવા: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫ (NFHS-5) ના આંકડાઓ ભાજપ સરકારના 'ગુડ ગવર્નન્સ'ના દાવાઓની પોલ ખોલે છે:
રાજ્યવ્યાપી દર: ગુજરાતમાં બાળલગ્નનો સરેરાશ દર ૨૧.૮% છે.
ખેડા જિલ્લો સૌથી ખરાબ: ખેડામાં બાળલગ્નનું પ્રમાણ અધધ ૪૯.૨% નોંધાયું છે, જે રાજ્યમાં સૌથી વધુ છે.
૩૦% થી વધુ દર ધરાવતા જિલ્લા: બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર અને ડાંગમાં સ્થિતિ અત્યંત ગંભીર છે.
કુપોષણની બેવડી માર: રાજ્યમાં ૬૫% મહિલાઓ અને ૪૫% બાળકો કુપોષણનો શિકાર છે, જેમાં બાળલગ્ન બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે.
કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર: ડૉ. મનિષ દોશીએ આરોપ લગાવ્યો છે કે 'બાળ લગ્ન પ્રતિબંધક ધારા, ૨૦૦૬' માત્ર કાગળ પર જ રહી ગઈ છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે:
"બેટી બચાવો, બેટી પઢાવો" ના નારા આપતી સરકારની આંખ સામે કાયદાના ધજાગરા ઉડે છે, છતાં તંત્ર કેમ મૌન છે?
આટલી મોટી સંખ્યામાં બાળ સગર્ભાવસ્થા સામે જવાબદાર અધિકારીઓ પર શું કાર્યવાહી થઈ?
આરોગ્ય, શિક્ષણ અને બાળ વિકાસ વિભાગ વચ્ચે સંકલનનો સદંતર અભાવ કેમ છે?

કોંગ્રેસની મુખ્ય માંગણીઓ: કોંગ્રેસે આ ગંભીર મુદ્દે સરકાર પાસે તાત્કાલિક પગલાંની માંગ કરી છે:
સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય ન્યાયિક તપાસ કરાવવામાં આવે.
જે ૧૫ જિલ્લામાં બાળલગ્નનું પ્રમાણ વધુ છે ત્યાં વિશેષ 'એક્શન પ્લાન' જાહેર થાય.
બાળલગ્ન રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય.
ભોગ બનેલી દીકરીઓ માટે વિશેષ શિક્ષણ અને આરોગ્ય પેકેજની જાહેરાત કરવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!