Canada Election : કાર્નીની જીત, જગમીત સિંહની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ?
કેનેડાની ચૂંટણીમાં લિબરલ પાર્ટીની જીત થઈ છે, જ્યારે ખાલિસ્તાની સમર્થક જગમીત સિંહની NDP પાર્ટીને કારમો પરાજય મળ્યો...

કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોને મોટો ઝટકો...

કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોને મોટો ઝટકો...
કેનેડાના સામાન્ય ચૂંટણી (Canada Election)માં માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે અને હવે તેઓ સરકાર બનાવવા જઈ રહ્યા છે. જો કે, હજુ સુધી પાર્ટીને પૂર્ણ બહુમતી મળી નથી. બીજી તરફ, ખાલિસ્તાની નેતા જગમીત સિંહની પાર્ટી NDP ને ચૂંટણીમાં ભારે પરાજયનો સામનો કરવો પડ્યો છે.
ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમીત સિંહ બ્રિટિશ કોલંબિયાની બર્નાબી સેન્ટ્રલ સીટ પણ ખરાબ રીતે હારી ગયા છે. આ હાર બાદ તેમણે પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપવાની ઘોષણા કરી દીધી છે. તેઓ આઠ વર્ષથી NDP ના મુખ્ય નેતા હતા. પરંતુ તેમના માટે સૌથી મોટો આંચકો એ છે કે NDP નો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવાઈ ગયો છે. કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા માટે પાર્ટીઓને 12 બેઠકોની જરૂર હોય છે. પરંતુ NDP અત્યાર સુધીના વલણોમાં માત્ર સાત બેઠકો પર આગળ છે.
હાર બાદ શું બોલ્યા જગમીત સિંહ?
ખાલિસ્તાની નેતા જગમીતે હાર સ્વીકારતા કહ્યું કે, "હું નિરાશ છું કે અમે વધુ બેઠકો જીતી શક્યા નથી. પરંતુ હું અમારી પ્રવૃત્તિઓને લઈને નિરાશ નથી. હું અમારી પાર્ટીને લઈને આશાવાદી છું. હું જાણું છું કે અમે હંમેશા ડરને બદલે આશાને પસંદ કરીશું." તેમણે વધુમાં કહ્યું કે, "પરંતુ અમને ત્યારે જ હરાવી શકાય છે જ્યારે અમે એવા લોકો પર વિશ્વાસ કરી લઈએ જે કહે છે કે અમે વધુ સારા કેનેડાનું સ્વપ્ન ક્યારેય નહીં જોઈએ. હું હંમેશા સંઘર્ષોને બદલે આશાને પસંદ કરું છું."
NDP એ 343 બેઠકો પર ચૂંટણી લડી હતી. પાર્ટીએ ગત ચૂંટણીમાં 24 બેઠકો જીતી હતી. આ પરિણામને કેનેડામાં ખાલિસ્તાનના સમર્થકો માટે એક મોટા ફટકા તરીકે જોવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, લિબરલ પાર્ટી 167 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી 145 બેઠકો પર આગળ છે. બ્લોક ક્યુબેકોઈસ પાર્ટી 23 બેઠકો પર, NDP 7 તો ગ્રીન પાર્ટી એક બેઠક પર આગળ ચાલી રહી છે.
કોણ છે જગમીત સિંહ?
જગમીત સિંહની ઉંમર હાલ 46 વર્ષ છે. તેઓ કેનેડામાં ખાલિસ્તાનના સમર્થનવાળી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના આઠ વર્ષથી અગ્રણી રહ્યા છે. તેમની રાજનીતિનું કેન્દ્રબિંદુ કામદારો અને મજૂરોના મુદ્દાઓ આસપાસ રહ્યું છે. તેમણે 2017માં ત્યારે ઇતિહાસ રચ્યો હતો, જ્યારે તેઓ કેનેડામાં એક મુખ્ય રાજકીય પાર્ટીનું નેતૃત્વ કરનારા લઘુમતી અને શીખ સમુદાયમાંથી આવનારા પ્રથમ નેતા બન્યા હતા. તેઓ 2019 માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2021 થી NDP એ ટ્રુડોની લિબરલ પાર્ટીને સરકાર ટકાવી રાખવામાં મદદ કરી હતી. પરંતુ બાદમાં તેમણે ટ્રુડોની લિબરલ પાર્ટીથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!