આણંદ, દાહોદ અને જૂનાગઢ શહેર ભાજપ સંગઠન જાહેર
જ્ઞાતિગત અને ભૌગોલિક સમીકરણો મુજબ નિમણૂકની ચર્ચા, તબક્કાવાર દરેક જિલ્લામાં જાહેર કરાશે

ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમની ફાઈલ તસવીર

ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમની ફાઈલ તસવીર
ગુજરાત પ્રદેશ ભાજપમાં પ્રદેશ સંગઠનની રચના બાદ હવે જિલ્લા અને મહાનગરોના સંગઠનોની રચના કરવામાં આવી રહી છે. પ્રદેશ ભાજપ દ્વારા તબક્કાવાર જિલ્લા અને શહેરના સંગઠનોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે. સોમવારે સાંજે આણંદ અને દાહોદ જિલ્લા ઉપરાંત જૂનાગઢ શહેરના હોદ્દેદારોના નામ પર પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મહોર મારી હતી. પ્રદેશ પ્રમુખની મંજૂરી બાદ આણંદ, દાહોદ અને જૂનાગઢની નવી ટીમો જાહેર કરવામાં આવી છે. જ્ઞાતિગત અને ભૌગોલિક સમીકરણો સાચવીને નિમણૂકો કરાઈ હોવાની ચર્ચા થઈ રહી છે.
જૂનાગઢ શહેર સંગઠનમાં અનુભવી અને યુવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાહેર થયેલી યાદી મુજબ 3 મહામંત્રી અને 8 ઉપપ્રમુખની વરણી કરાઈ છે. ઉપપ્રમુખ તરીકે મુકેશ ગજેરા, રાકેશ ધૂલેશિયા, ઓમપ્રકાશ રાવલ, ગિરીશ આડતીયા, રમેશ બાવળિયા, જ્યોતિબેન વાડોલીયા, વિવેક ગોહેલ અને કિરણબેન હેજમની પસંદગી થઈ છે. જ્યારે મહામંત્રી તરીકે વિનુ ચાદેગરા, મિલન ભટ્ટ અને જયેશ ધોરાજીયાને જવાબદારી સોંપવામાં આવી છે.
આણંદ જિલ્લાના સંગઠનમાં તમામ તાલુકાઓને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરાયો છે. ઉપપ્રમુખ તરીકે રાજ દેવીસિંહ હઠીસિંહ, દિનેશ પઢીયાર, વિમલ પટેલ, નિલેષ દવે, નિમિષાબેન ઝાલા, સુનિત પટેલ, આરતીબેન પટેલ, શિલ્પાબેન બારોટ અને જગત પટેલની પસંદગી કરાઈ છે. મહામંત્રી તરીકે પ્રવિણ વાઘેલા, વિપુલ શાહ, ભાસ્કર ગોહેલ, મિહિર રાણા અને પથિક પટેલને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના વિવિધ મોરચાના પ્રમુખો પણ જાહેર કરાયા છે.
દાહોદ જિલ્લામાં પ્રમુખ સ્નેહલ ધરિયાએ નવી ટીમ બનાવી છે. ઉપપ્રમુખ તરીકે સંયુક્તાબેન મોદી, ભરતસિંહ સોલંકી, વિનોદ રાજગોર, મુકેશ પરમાર, મહેન્દ્ર પટેલ, નિતાબેન પટેલ, મીરાબેન પરમાર, રમેશ તાવિયાડ અને અભિષેક મેડાનો સમાવેશ થાય છે. જ્યારે મહામંત્રી તરીકે બાબુતસિંહ ચૌહાણ, મુકેશ લબાના, રતનસિંહ રાવત, રાહુલ રાવત અને રમેશ કટારાને જવાબદારી સોંપવામાં આવી છે.
દાહોદમાં મંત્રી તરીકે ચંદ્રકાંતાબેન ધાનકા, અનિતાબેન મછાર, મધુબેન ચૌહાણ, શર્મીલાબેન ગરાસીયા અને દિનેશ રોઝની પસંદગી થઈ છે. મોરચાના હોદ્દેદારોમાં યુવા મોરચા પ્રમુખ તરીકે હાર્દિક પટેલ, ST મોરચામાં પ્રદિપ મોહનીયા, મહિલા મોરચામાં રૂચિતાબેન રાજ અને કિસાન મોરચામાં હસમુખ પંચાલની વરણી કરવામાં આવી છે. આમ, ભાજપે મિશન મોડમાં આવીને સંગઠનને વેગવંતું બનાવવા કવાયત તેજ કરી છે.
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરાયા બાદ શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા સોમવાર સાંજથી જિલ્લા-શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવાની શરૂઆત કરી છે. દાહોદ, આણંદ જિલ્લા અને જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે. અન્ય શહેર જિલ્લા સંગઠનની જાહેરાત પણ થાય તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!