એસ.ટી બસમાં મુસાફરી કરનારા ધારાસભ્ય કરસન સોલંકીનું નિધન
કરસનભાઇ સાદગીપૂર્ણ જીવન જીવતા અને સૌમ્ય સ્વભાવથી જાણીતા હતા

કરસનભાઇ સાદગીપૂર્ણ જીવન જીવતા અને સૌમ્ય સ્વભાવથી જાણીતા હતા

કરસનભાઇ સાદગીપૂર્ણ જીવન જીવતા અને સૌમ્ય સ્વભાવથી જાણીતા હતા
મહેસાણાના કડીના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું હોવાના સમાચાર આવી રહ્યા છ. કરસનભાઇ ઘણા સમયથી બીમાર હતા. મંગળવારે આજે સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાને તેની અંતિમ યાત્રા નીકળશે. સવારે 10.30 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે.
ભાજપના સુત્રોએ કહ્યું કે કરશનભાઈ લાંબા સમયથી બીમાર હતા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમની બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી.ગત મોડી રાત્રે અઢી વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષ 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.
કરશનભાઈ પોતાની સાદગી માટે સમગ્ર વિસ્તારમાં જાણીતા હતા અને પોતે ધારાસભ્ય હોવા છતાં સામાન્ય વ્યક્તિની જેમ જ સાદગીભર્યું જીવનજવતા હતા. પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવના કારણે સમગ્ર વિસ્તારમાં જાણીતા હતા. તેઓ ઘણીવાર સરકારી બસમાં મુસાફરી કરતાં હતા. ઘણી વખત તેમને મોંઘીદાટ ગાડીઓની ઑફર પણ આવી હતી જે તેમણે સ્વીકારી નહીં. તેમના સાદગીભર્યા જીવનના કારણે તેમને લોકચાહના મળી હતી.
કરસનભાઇ પોતાના વિસ્તારમા ગરીબોના બેલી તરીખે પણ જાણીતા હતા. તેઓ દર્દીઓને જાતે જ ગાંધીનગરની સિવીલ હોસ્પિટલમાં લઇને આવતા હતા અને તેની સારવાર પૂર્ણ કરાવતા હતા. તેઓ અવાર નવા એસ ટી બસનો ઉપયોગ કરતા હતા. કરસનભાઇ સોલંકી કાકા તરીકે પોતાના વિસ્તારમાં જાણીતા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?