ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી મુદ્દે ભાજપમાં ભાંજગડ
સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી મેન્ડેટ સામે ઉઠાવ્યા સવાલ
જૂના કાર્યકરોની અવગણના કરી ભ્રષ્ટ લોકોને આગળ ધપાવી રહ્યા હોવાનો સાંસદનો આક્ષેપ
જૂના કાર્યકરોની અવગણના કરી ભ્રષ્ટ લોકોને આગળ ધપાવી રહ્યા હોવાનો સાંસદનો આક્ષેપ
ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખી ગંભીર આક્ષેપ કર્યા છે. પત્રમાં તેમણે પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની જેમ જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી હોવાનો અને દાદાગીરી કરનારા તેમજ ભ્રષ્ટ લોકોને આગળ ધપાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 'પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના સમયગાળા દરમિયાન પાર્ટી જૂના અને સંઘર્ષમાં જેમને કામ કર્યું છે તેવા લોકોની અવગણના કરી બીટીપીમાંથી આવેલાઓને વધુ પડતું મહત્વ આપી મહત્વના પદો ઉપર બેસાડી દેવામાં આવ્યા હતા. તમે પણ તેમના માર્ગે આગળ વધી રહ્યા છો.
પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ દૂધ ધારા ડેરીમાં ભરાવતાં નથી. પોતાના ગામમાં ડેરી પણ નથી. ખોટી રીતે રાજકીય વગ વાપરી બીજી ડેરીમાંથી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી છે. સામ દામ દંડથી અને પૈસાના જોરે ડિરેક્ટર બની જશે. પરંતુ, આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે તે તો સમય જ બતાવશે.'
તેમણે લખ્યું કે, 'આ જ રીતે તમે નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીમાં જણયારીઓને કે જેઓ કૌભાંડમાં સામેલ છે તેમને તમે અને જિલ્લા રજિસ્ટ્રાર યેનકેન પ્રકારે કોઈના દબાણમાં આવી ભ્રષ્ટાચારીઓને બચાવી રહ્યા છો. આપણી પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે. શિસ્તમાં માનવાવાળી પાર્ટી છે. સરકાર સહકારમાં પારદર્શક વહીવટને પ્રાધાન્ય આપે છે.
આ પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ ઝઘડીયા APMCમાં જિલ્લામાં કે પ્રદેશમાં કોઈને પણ પૂછ્યા વગર પોતાની મનમાની કરી APMCનું માળખું બનાવી દીધું છે. જે પાર્ટીની પરંપરા વિરૂદ્ધ છે. જિલ્લા સંકલનમાં ઝઘડિયા APMCની ચર્ચા થવી જોઈતી હતી. પ્રજામાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે કે, મારૂતિસિંહ અને પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી. મારી આપને અપીલ છે કે જૂના કાર્યકર્તાઓની અવગણના ન કરશો. મહત્વના નિર્ણયમાં જિલ્લા સંકલનમાં વિશ્વાસમાં લો તેવી મારી આપને સલાહ છે.'
એક મહિના અગાઉ મનસુખ વસાવાએ સરકાર સામે બાંયો ચડાવીને ખખડધજ રસ્તાઓ અને જર્જરિત બ્રિજ અંગે સરકારની પોલ ખોલી હતી. તેમણે રાજ્ય સરકારને પત્ર લખીને ભરૂચથી આમોદ જંબુસર નજીક નેશનલ હાઈવે 64 પર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત અનેક બ્રિજ જર્જરિત હોવાનો ખુલાસો કર્યો હતો. તાત્કાલિક બ્રિજનું સમારકામ કરી બંધ કરેલા બ્રિજની વૈકલ્પિક વ્યવસ્થા કરવા જે તે સમયે માંગ કરી હતી. આ ઉપરાંત મનરેગા કૌભાંડમાં મંત્રીઓ અને સરકારી અધિકારીઓની મીલીભગતનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા