વેજલપુરમાં નિરાલી ફ્લેટના રિડેવલપમેન્ટમાં ભાજપનો કોર્પોરેટર બન્યો અડચણરૂપ
ભાજપના કોર્પોરેટરે ધમકી આપતા સ્થાનિક રહીશોમાં નારાજગી

મહિલાઓએ રોષે ભરાઈને કહ્યું ‘આવી સ્થિતિ રહેશે તો ભાજપને વોટ નહી આપીએ’

મહિલાઓએ રોષે ભરાઈને કહ્યું ‘આવી સ્થિતિ રહેશે તો ભાજપને વોટ નહી આપીએ’
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વસ્ત્રાપુર ફાટક પાસે આવેલા નિરાલી ફ્લેટને રિડેવલોપ કરવામાં આવી રહ્યો છે. ફ્લેટની નીચે સરખેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરના ભાઈ પ્રદીપ ખાચરની ત્રણ દુકાનો છે. જે દુકાનો ગેરકાયદે હોવા છતાં પણ રિડેવલપમેન્ટમાં દુકાનોના પૈસા માંગવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. શનિવારની રાતે ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર, તેના ભાઈ અને પુત્ર સહિત 15થી 20 લોકોએ ફ્લેટમાં લગાવેલું રિડેવલોપમેન્ટનું બોર્ડ તોડી નાખ્યું હતું, જેના પગલે સ્થાનિક લોકો ફરિયાદ કરવા આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ લેવાની જગ્યાએ અરજી આપવા માટે કહ્યું હતું. મહિલાઓએ પોલીસ સ્ટેશન ખાતે બળાપો કાઢતા કહ્યું હતું કે, મકાનો ની હાલત ખરાબ છે રહેવા યોગ્ય પણ નથી. હવે રિડેવલોપમેન્ટ થઈ રહ્યું છે, પરંતુ કોર્પોરેટર અને તેમના ભાઈના કારણે હેરાન થઈ રહ્યા છે.
ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરના ભાઈ દ્વારા ત્રણ દુકાનો બનાવી દેવામાં આવી છે. આ દુકાનો ગેરકાયદેસર હોવા છતાં પણ દુકાનોના રિડેવલપમેન્ટમાં અંદાજિત 6 કરોડ રૂપિયાની રકમની માંગણી કરવામાં આવી છે. બિલ્ડરે આ દુકાનો ગેરકાયદેસર છે અને પ્લાન્ટ પાર્સિંગમાં ન આવી શકે, જેથી તેમને પૈસા આપવાની ના પાડી છે. ફ્લેટ રિડેવલોપમેન્ટમાં ન જાય તે માટે થઈને આ રીતે સોસાયટીના રહીશોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. આ દુકાનો ગેરકાયદેસર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ દુકાનો ગેરકાયદેસર હોવા અંગે 10 વખત અરજી આપી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટ વિભાગ સહિતના અધિકારીઓને રજૂઆત કરી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ સાથે સ્થાનિકોએ વેજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરને ફોન પર ખખડાવી પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું. સ્થાનિક મહિલાઓએ રોષ ધરસભ્યને કહ્યું કે હવે જો આવી હાલત રહી તો ભાજપને વોટ આપવામાં નહીં આવે. જ્યારે આ ફ્લેટ પડી જાય પછી તમે ફોટા પડાવવા ના આવતા. જેમ જીવરાજ પાર્કમાં તમે ગયા હતાં તેમ અહીંયા ફોટા પડાવવા ના આવતા. સ્થાનિકોએ રજૂઆત પણ તેમના સુધી કરી છે, પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. 25 ફેબ્રુઆરીએ સોસાયટીએ બિલ્ડરને તમે રિડેવલોપમેન્ટનું બોર્ડ લગાવી દેજો એવું લેખિતમાં આપ્યું હતું, જેથી ત્રણ મેના રોજ બિલ્ડર દ્વારા સવારે રિડેવલપમેન્ટ અંગેનું બોર્ડ લગાવ્યું હતું.
ભાજપના કોર્પોરેટર સામે હવે કાયદાનું બુલડોઝર ફરશે કે નહીં તેના પર સૌ કૉઇની મીટ મંડાઇ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!