બિહાર ચૂંટણીઃ રોડ શો કેસમાં લલ્લન અને સમ્રાટ ફસાયા
JDU ઉમેદવાર અનંત સિંહના સમર્થનમાં રોડ શો, આચારસંહિતા ભંગ બદલ કેસ નોંધાયો

બિહારના મોકામામાં યોજાયેલા રોડ શોમાં લલ્લનસિંહ અને સમ્રાટ ચૌધરી

બિહારના મોકામામાં યોજાયેલા રોડ શોમાં લલ્લનસિંહ અને સમ્રાટ ચૌધરી
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે મોકામામાં જેડીયુના ઉમેદવાર અનંતસિંહ માટે યોજાયેલા રોડ શો બાદ કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સામે કેસ નોંધાયો છે.
અહેવાલો મુજબ, રોડ શો દરમિયાન નિયમોનું ઉલ્લંઘન થયું હતું અને અત્યંત લાંબા કાફલાની હાજરીને કારણે આ કેસ નોંધવાનો નિર્ણય લેવાયો હતો. આ દરમિયાન પ્રચાર માટે સાયરન વાગતી કારો સહિત અનેક વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે આચારસંહિતાના ભંગના આરોપો લાગ્યા છે.
આચારસંહિતા ભંગના આરોપ બાદ કાર્યવાહી
વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરતાં રોડ શોમાં જોડાયેલા બે વાહનો જપ્ત કર્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર, રોડ શો માટે પરવાનગી લેતા આયોજક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ રોડ શો બરહપુર, મોર, શિવનારથી થાણા ચોક થઈને મોકામા તિરાહા ચોક સુધી યોજાયો હતો.
અનંતસિંહ જેલમાં, લલ્લન-સમ્રાટએ સંભાળી પ્રચારની જવાબદારી
દુલારચંદ હત્યા કેસમાં અનંત સિંહ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે, જેના કારણે લલ્લન સિંહ અને સમ્રાટ ચૌધરીએ તેમના સમર્થનમાં પ્રચારની જવાબદારી સંભાળી હતી. પરંતુ હવે આચારસંહિતા ભંગના કેસને કારણે બંને નેતાઓ માટે મુશ્કેલીઓ વધી રહી છે.
મોકામામાં ભવ્ય રોડ શો અને જનસમર્થન
રોડ શો દરમિયાન લલ્લન સિંહ અને સમ્રાટ ચૌધરીએ લોકોને અનંત સિંહના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી. બરહપુરથી તિરાહા ચોક સુધી ખુલ્લી જીપમાં યોજાયેલા આ પ્રચાર દરમિયાન લોકો દ્વારા ફૂલો અને માળા પહેરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કેસ બાદ બિહારના રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને ચૂંટણી પહેલાં જેડીયુને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!