આપમાં મોટો ફેરફાર: રાઘવ ચઢ્ઢા પાસેથી પદ છીનવાયું
રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદેથી રાઘવ ચઢ્ઢાની છુટ્ટી, ડૉ. અશોક મિત્તલને સોંપાઈ નવી જવાબદારી

રાઘવ ચઢ્ઢા ડેપ્યુટી લીડર ફેરફાર

રાઘવ ચઢ્ઢા ડેપ્યુટી લીડર ફેરફાર
આમ આદમી પાર્ટીએ સંસદીય દળમાં એક મોટો અને ચોંકાવનારો ફેરફાર કર્યો છે. પાર્ટીએ તેના યુવા અને આક્રમક નેતા ગણાતા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવી દીધા છે. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. રાઘવ ચઢ્ઢાના સ્થાને હવે પંજાબના જાણીતા શિક્ષણવિદ અને સાંસદ ડૉ. અશોક કુમાર મિત્તલને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
સચિવાલયને પત્ર અને બોલવા પર કાતર :
પાર્ટી દ્વારા રાજ્યસભા સચિવાલયને આ અંગે સત્તાવાર પત્ર પાઠવી દેવામાં આવ્યો છે. આ ફેરફાર માત્ર પદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ પક્ષે સચિવાલયને એવી પણ વિનંતી કરી છે કે રાઘવ ચઢ્ઢાને હવે ગૃહમાં પાર્ટીના સત્તાવાર નેતા તરીકે રજૂઆત કરવાની તક આપવામાં ન આવે. આનો સીધો અર્થ એ થયો કે આગામી સત્રોમાં રાજ્યસભાની અંદર રાઘવ ચઢ્ઢાના બોલવાના સમયમાં મોટો ઘટાડો થઈ શકે છે અથવા તેમના અવાજ પર પક્ષે 'કાતર' ફેરવી દીધી છે.
રાઘવ ચઢ્ઢાનું રહસ્યમય મૌન અને વિવાદ :
છેલ્લા કેટલાક સમયથી રાઘવ ચઢ્ઢાની ભૂમિકાને લઈને આમ આદમી પાર્ટીમાં અટકળો તેજ બની હતી. ખાસ કરીને જ્યારે પાર્ટીના ટોચના નેતાઓ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાંથી બહાર આવ્યા અથવા કાયદાકીય રાહત મેળવી રહ્યા હતા, ત્યારે રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા કે વ્યક્તિગત મુલાકાતોમાં સૂચક મૌન જાળવ્યું હતું. તેમણે અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત કે પક્ષના સમર્થનમાં કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નહોતી. આ મૌનને પક્ષના નેતૃત્વ સાથેના મનભેદ તરીકે જોવામાં આવી રહ્યું છે.
કોણ છે નવા ડેપ્યુટી લીડર ડૉ. અશોક મિત્તલ ?
રાઘવ ચઢ્ઢાનું સ્થાન લેનાર ડૉ. અશોક કુમાર મિત્તલ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર છે અને શિક્ષણ ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. વર્ષ 2022માં પંજાબથી તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. તેઓ અત્યાર સુધી ગૃહમાં કૃષિ અને શિક્ષણ જેવા ગંભીર મુદ્દાઓ પર તાર્કિક દલીલો કરવા માટે જાણીતા છે. પક્ષના સૂત્રોનું માનવું છે કે મિત્તલની ગંભીર અને શાંત કાર્યશૈલી રાજ્યસભામાં પાર્ટીના એજન્ડાને વધુ મજબૂતીથી રજૂ કરવામાં મદદરૂપ થશે.
આ ઘટનાક્રમ સૂચવે છે કે આમ આદમી પાર્ટી હવે રાજ્યસભામાં વધુ અનુભવી અને શિસ્તબદ્ધ ચહેરાઓને આગળ કરીને નવા રસ્તાઓ શોધી રહી છે. બીજી તરફ, રાઘવ ચઢ્ઢાના રાજકીય ભવિષ્ય પર હવે સવાલો ઊભા થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો