AAP વોર્ડ પ્રમુખ પર 2 શખસોએ કર્યો હુમલો
ભાવનગરમાં AAPના કરચલીયાપરા વોર્ડના પ્રમુખ રમેશભાઈ પર 2 શખ્સો પર હુમલો કર્યો

ગંગાજળીયા પોલીસ મથક

ગંગાજળીયા પોલીસ મથક
ગુજરાતના ભાવનગર શહેરમાં AAPના સ્થાનિક નેતા પર થયેલા હુમલાને કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. શહેરના કરચલીયાપરા વોર્ડના AAP પ્રમુખ રમેશભાઈ પર 2 શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના શહેરના સાઈઠ ફળી ચોક ખાતે બની હતી, જ્યાં AAPની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હુમલાનું પ્રાથમિક કારણ મિટિંગ માટે લગાવવામાં આવેલા બેનર ફાડવા બાબતે થયેલી બોલાચાલી હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રમેશભાઈને તાત્કાલિક સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેમણે ગંગાજળીયા પોલીસ મથકે બે શખસો સામે કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બેનર ફાડવાની ના પાડતાં થયો હુમલો
મળતી માહિતી મુજબ, રમેશભાઈ છેલ્લા 6 મહિનાથી આમ આદમી પાર્ટીના કરચલીયાપરા વોર્ડના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 12મી ઓક્ટોબર 2025ના રોજ સાંજે 7 વાગ્યે કરચલીયાપરા વોર્ડની AAPની મિટિંગ સાઈઠ ફળી ચોકમાં યોજાવાની હતી. આ મિટિંગ માટેના બેનર બપોરે ચોકમાં લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન શેરીમાં રહેતા ચેતન ગોહેલ અને સાગર ઉર્ફે બાઠુ ગોહેલ સાઈઠ ફળી ચોકમાં આવ્યા હતા.
ગાળો આપી ઢીકાપાટુ માર્યા
રમેશભાઈ નજીકની એક દુકાને ઊભા હતા, ત્યારે ચેતને અચાનક જ મિટિંગનું બેનર ફાડવાનું શરૂ કર્યું હતું. રમેશભાઈ આ બન્ને શખ્સોને બેનર ફાડવાથી રોકવાનો પ્રયાસ કર્યો. રોકવાના પ્રયાસમાં જ બોલાચાલી શરૂ થઈ અને બંને શખસો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે રમેશભાઈને ગાળો આપી પેટમાં તથા માથામાં ઢીકાપાટુ વડે માર માર્યો હતો. હુમલાખોરોએ લાકડાના ધોકાનો પણ ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે, જેના કારણે રમેશભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી.
ઈજાગ્રસ્ત પ્રમુખે કરી પોલીસ ફરિયાદ
હુમલો કર્યા બાદ બંને શખસો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. રમેશભાઈને માથા અને પેટમાં ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે સર.ટી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. AAPના આ વોર્ડ પ્રમુખે આ બંને શખસો ચેતન ગોહેલ અને સાગર ઉર્ફે બાઠુ ગોહેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગંગાજળીયા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદના આધારે ગંગાજળીયા પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે, આ સાથે જ હુમલાખોરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?