કોણ છે આતિશી, જે બનશે દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી?
આતિશી આપ સરકારનો ચહેરો બની ગઇ હતી

File photo

File photo
આમ આદમી પાર્ટીએ આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામને સર્વાનુમતે મંજૂરીઆપવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના પર બધા સહમત થયા. ગોપાલ રાયે આ માહિતી શેરકરી છે. કહ્યું કે, હવે આતિશી આગામી ચૂંટણી સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેશે. સમગ્ર વિધાનસભા પક્ષે તેમને બે મહત્વપૂર્ણ જવાબદારીઓસાથે તેમના નેતા તરીકે ચૂંટ્યા છે.
આતિષીનું નામ ફાઈનલ થતાં તે દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહી છે. આ પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત પણદિલ્હીની કમાન સંભાળી ચૂક્યા છે. હાલમાં તેમની પાસે કુલ 13 મંત્રાલયો છે. રાજકીય વર્તુળોમાં, આતિશીને કેજરીવાલના વિશ્વાસુસહયોગીઓમાંથી એક ગણવામાં આવે છે.
આતિશીની રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેમણે પ્રથમ વખત ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ દરમિયાન રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેણીએ 2015 થી 2018 સુધી દિલ્હીના ડેપ્યુટી સીએમ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે કામ કર્યું હતું.
આઇએનએસ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?