દક્ષિણ ગુજરાતમાં અનંત પટેલ-ધવલ પટેલનું પોસ્ટર વોર
MLA અનંત પટેલના 'મુંગેરીલાલ' અને MP ધવલ પટેલના 'જુઠ્ઠાલાલ'ના પોસ્ટર થયા વાયરલ

ધારાસભ્ય અનંત પટેલ અને સાંસદ ધવલ પટેલના વાયરલ થયેલા પોસ્ટર્સ

ધારાસભ્ય અનંત પટેલ અને સાંસદ ધવલ પટેલના વાયરલ થયેલા પોસ્ટર્સ
દક્ષિણ ગુજરાતના રાજકારણમાં પોસ્ટર અને સોશિયલ મીડિયા દ્વારા ચાલતું ડિજિટલ રાજકીય યુદ્ધ વધુ તેજ બન્યું છે. થોડા દિવસ પહેલાં નવસારી જિલ્લાના વાંસદા વિસ્તારના ધારાસભ્ય અનંત પટેલ અંગે વ્યંગાત્મક કાર્ટૂન વાયરલ થયા હતા. હવે વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલને નિશાન બનાવી નવા પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગરમાવો વધી ગયો છે.
આ પોસ્ટરોમાં સાંસદ ધવલ પટેલ પર અનેક મુદ્દાઓને લઈને આક્ષેપ કરવામાં આવ્યા છે. ખાસ કરીને વાંસદા વિસ્તારમાં સાયન્સ કોલેજ લાવવાનો શ્રેય લેવા, વલસાડમાં પાણીની ટાંકીના સ્લેબ તૂટવાના બનાવ પર મૌન રાખવા અને પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે ભ્રામક માહિતી આપવાના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.
પોસ્ટરોમાં પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે સાંસદ ખોટી માહિતી આપી રહ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. જેના કારણે તેમને 'જુઠ્ઠાલાલ' તરીકે સંબોધવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આ મુદ્દો સૌથી વધુ વિવાદનું કેન્દ્ર બન્યો છે.
આ ઘટનાના બે દિવસ પહેલાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અંગે પણ વ્યંગાત્મક કાર્ટૂન વાયરલ થયા હતા. તેમાં તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈ કટાક્ષ કરવામાં આવ્યો હતો. કાર્ટૂનમાં તેમની રાજકીય સફરને વધારી બતાવી વિવિધ પદો સુધી પહોંચવાના સ્વપ્ન દર્શાવવામાં આવ્યા હતા.
આ ચિત્રોમાં અનંત પટેલને રાજકીય સપનાઓ જોતા નેતા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને વિવિધ રાજકીય પદો સુધી પહોંચવાની કલ્પના દર્શાવવામાં આવી હતી. તેમની સફર વલસાડના સાંસદથી શરૂ કરી અમેરિકાના રાષ્ટ્રપતિ સુધીની બતાવી વ્યંગ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટરમાં અનંત પટેલને ‘મુંગેરીલાલ’ તરીકે સંબોધવામાં આવ્યા છે. આ કાર્ટૂન સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયા હતા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા હતા.
ડિજિટલ વોર વધુ તેજ બનવાની શક્યતા
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી નેતૃત્વ અને રાજકીય પ્રભાવ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સક્રિય છે. સોશિયલ મીડિયા પર શરૂ થયેલી પોસ્ટર રાજનીતિને કારણે બંને પક્ષોના સમર્થકો વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે.
રાજકીય વિશ્લેષકોના મતે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ડિજિટલ વોર વધુ ઉગ્ર બની શકે છે. હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ પોસ્ટર યુદ્ધ ચર્ચાનો કેન્દ્ર બન્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.