અમરેલી લેટરકાંડ બન્યો રાજકીય સંગ્રામ..
કૌરવ કુળના અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં કુંવારી કન્યાનો 'જાહેરમા વરઘોડો' કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી

અમરેલી લેટરકાંડ બન્યો રાજકીય સંગ્રામ..

અમરેલી લેટરકાંડ બન્યો રાજકીય સંગ્રામ..
અમરેલીનો લેટરકાંડ દિવસેને દિવસે રાજકીય રંગ પકડી રહ્યો છે. આ કેસમાં પટેલ સમાજની યુવતીનું સરઘસ કાઢવાના મુદ્દે બુધવારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાટીદાર સમાજને સંબોધીને ખુલ્લો પત્ર લખી આરોપ લગાવ્યો કે ભાજપના નેતાનો અહમ સંતોષવા માટે પોલીસે કાયદા વિરોધી કૃત્ય કર્યું છે. આજે આ જ મુદ્દે હવે પૂર્વ વિપક્ષના નેતા અને કોંગ્રેસ અગ્રણી પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે "લાજ લેનારા સામે લડીશુ." તેમણે એમ પણ કહ્યું કે કૌરવ કુળના અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં કુંવારી કન્યાનો 'જાહેરમા વરઘોડો' કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. આ ઘટના મુદ્દે આહિર સમાજના યુવા નેતા પ્રવીણ રામે પણ સમગ્ર પાટીદાર સમાજનું અને સર્વ સમાજની તમામ દિકરીઓનું અપમાન ગણાવ્યું
થોડાક દિવસ અગાઉ અમરેલીના ધારાસભ્ય કૌશીક વેકરીયા વિરુદ્ધ કથિત લેટર બનાવીને સોશિયલ મીડિયાના ગ્રુપોમાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ લેટર વાયરલ થતાં જ અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાઇ ગયું હતું અને ત્યારબાદ આ મામલા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે ફરિયાદ બાદ મુખ્ય આરોપી પૂર્વ ભાજપ હોદ્દેદાર મનિષ વઘાસીયા અને એક યુવતી સહિત 4 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
બીજી તરફ અમરેલી સાયબર ક્રાઇમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી સાથે પ્રથમવાર મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની ઓફીસે પહોંચી હતી. અને આરોપી યુવતી સહિતના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે આ લેટર અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામે નકલી લેટરપેડ બનાવી અને નકલી સહી-સિક્કો કરી તૈયાર કરાયો હતો.
દરમિયાન પોલીસ દ્વારા કરાયેલા રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહીને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. . જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રી અને ખોડલ ધામના નરેશ પટેલને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે અમરેલી જિલ્લામાં લેટરકાંડ મામલે પટેલ સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે. પટેલ સમાજની દીકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી, જેણે પોતાના માલિકના કહેવા પર લેટર ટાઇપ કર્યો હતો. આ દીકરીનો ઇરાદો કોઇને બદનામ કરવાનો નહોતો. દીકરીને આરોપી બનાવીને રાત્રે 12 વાગ્યે અમરેલી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે રિ કન્સ્ટ્રકશનના નામે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું
હવે આ મામલે કોંગ્રેસ અગ્રણી પરેશ ધાનાણી પણ મેદાનમાં આવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે "લાજ લેનારા સામે લડીશુ." કૌંરવકુળના અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં એક કુંવારી કન્યાનો 'જાહેરમા વરઘોડો' કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહી કરે..!
હવે આ ઘટના મુદ્દે આહિર સમાજના યુવા નેતા પ્રવીણ રામે પણ સમગ્ર પાટીદાર સમાજનું અને સર્વ સમાજની તમામ દિકરીઓનું અપમાન ગણાવ્યું અને પાટીદાર સમાજની નિર્દોષ દીકરીના સરઘસ કાઢવાની ઘટનામાં સંડોવાયેલા તમામ ભાજપના નેતા અને અધિકારીઓનું અમરેલીની બજારમાં જાહેરમાં સરઘસ કાઢવા આપનેતા પ્રવિણ રામે માંગ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?