AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો ભાજપને મોટો ધડાકો
ભાજપના નેતાઓ તેમને ડરાવી-ધમકાવીને 15 નવેમ્બર સુધી સુધીમાં પક્ષમાં જોડાવા દબાણ કર્યું

AAP ધારાસભ્ય ચૈતર વસાવા

AAP ધારાસભ્ય ચૈતર વસાવા
AAPના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ કવાંટ તાલુકાના આથાડુંગરી ખાતે 'AAP ગુજરાત જોડો જનસભા'માં સંબોધન કરતાં BJP પર ગંભીર આરોપો સાથે મોટો રાજકીય ખુલાસો કર્યો છે. ચૈતર વસાવા એ જણાવ્યું કે, મને ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવા માટે ઘણા ભાજપના નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ અમને જેલનો ડર બતાવીને કહે છે કે, 15 નવેમ્બરે વડાપ્રધાનના હસ્તે તમે ભાજપમાં જોડાઈ જાવ. હું આદિવાસીનો દીકરો છું, ક્યારેય પણ ભાજપમાં જઈશ નહિ.
ચૈતર વસાવાને 15 નવેમ્બરે પક્ષમાં જોડાશે
તેમણે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની સરકારે તેમને અનેકવાર જેલમાં મોકલ્યા હોવાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેઓ જેલથી ડરતા નથી. વસાવાએ દાવો કર્યો કે, ભાજપનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને 15 નવેમ્બરે પક્ષમાં જોડવામાં આવે, પરંતુ તેમનું આ ષડયંત્ર કામિયાબ થશે નહિ. તેમણે વળતો પ્રહાર કરતાં કહ્યું કે, આવનારા સમયમાં અમે 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને AAPમાં જોડીશું અને આવનારી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ વિસ્તારમાં ભાજપના સૂપડા સાફ થશે." તેમણે વડાપ્રધાન મોદીના ડેડીયાપાડા આવવા પાછળનું કારણ તેમની વૈચારિક લડતને દબાવવાનું ગણાવ્યું.
મનસુખ વસાવા પર ચીટિંગનો આરોપ
ચૈતર વસાવા એ આદિવાસીઓના પ્રશ્નો પર ભાર મૂકતા ભાજપ સરકાર પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, 35 વર્ષથી સાંસદ રહેલા મનસુખ વસાવાના ગામમાં પણ ભાજપ સરકારે રસ્તા નથી બનાવ્યા, તો એવી પાર્ટીમાં અમે શું કરવા જોડાઈએ? તેમણે 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો પર પણ સવાલ ઉઠાવ્યા, દાવો કર્યો કે મનસુખ વસાવા મતદાર યાદીમાં 'ચીટીંગ' કરીને અને લોકોને ગેરમાર્ગે દોરીને 86,000 મતના ઓછા માર્જિનથી જીત્યા હતા.
આ પણ વાંચો: AAPના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડૂક સામે ફરિયાદ
'SIR'ને ગરીબોને હેરાન કરવાની યોજના ગણાવી
તેમણે કહ્યું કે, બાકી આ વખતે મનસુખ વસાવા ઘરે જતા રહેવાના છે. ચૈતર વસાવા એ માંગણી કરી કે, આદિવાસી વિસ્તારોમાં ભાજપ સરકારે બાળકોને શિક્ષણ, સિંચાઈ માટે પાણી અને સારા રોડ-રસ્તાની વ્યવસ્થા આપવી જોઈએ, જ્યારે સરકાર ફક્ત મોટા કાર્યક્રમો યોજીને લોકોને ગેરમાર્ગે દોરે છે. તેમણે 'SIR'ને ગરીબ લોકોને હેરાન કરવાની યોજના ગણાવી, જે નોટબંધીની જેમ જ શ્રમ કરવા ગયેલા લોકોના મતદાનના અધિકારને છીનવી શકે છે.
AAP ગુજરાત જોડો જનસભા
વાંટ તાલુકાના આથાડુંગરી ખાતે યોજાયેલી 'AAP ગુજરાત જોડો જનસભા'માં હજારોની જનમેદની ઊમટી પડી હતી, જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં મોટા પાયે જોડાણ થયું. છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકાબેન રાઠવા અને જિલ્લા પ્રભારી વિનુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ભાજપ, કોંગ્રેસ અને BTPમાંથી 8000થી વધુ નેતાઓ અને કાર્યકર્તાઓ AAPમાં જોડાયા. તેમાં ભાજપના નેતા અને આથાડુંગરીના પૂર્વ સરપંચ તરણસિંહ રાઠવા તેમના તમામ પંચાયતના સભ્યો અને 5000 કાર્યકરો સાથે, તેમજ BTPના નેતા પુનિયાભાઈ રાઠવા પણ 2000થી વધારે કાર્યકર્તાઓ સાથે AAPમાં જોડાયા હતા. વસાવાએ ભારપૂર્વક કહ્યું કે, તેઓ કોઈ પણ સર્કસના ટાઈગર નહિ, પણ સ્વતંત્ર જંગલના ટાઈગર બનીને રહેવા માંગે છે.
10,000 કરોડના પેકેજને 'લોલીપોપ' ગણાવ્યું
ચૈતર વસાવા એ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા સરકારના 10,000 કરોડના પેકેજને 'લોલીપોપ' ગણાવ્યું. તેમણે કહ્યું કે, 33 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે અને 50% નુકસાનીમાં ફક્ત 7,000 થી 8,000 જ વળતર મળશે. તેમણે માંગણી કરી કે, સરકારે પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવી જોઈએ, ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ, અને પંજાબ સરકારની જેમ ખેડૂતોને પ્રતિ હેક્ટરે 50,000નું વળતર ચૂકવવું જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!