ભાજપના નેતાના એક ટ્વીટથી ગુજરાત પોલીસ સામે સવાલો
ભાજપ સરકારની અસામાજીક તત્વો સામેની કાર્યવાહી સામે જ ઉભા કરાયા સવાલો

ભાજપ સરકારની અસામાજીક તત્વો સામેની કાર્યવાહી સામે જ ઉભા કરાયા સવાલો

ભાજપ સરકારની અસામાજીક તત્વો સામેની કાર્યવાહી સામે જ ઉભા કરાયા સવાલો
અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારના એક ટ્વીટે ભાજપમાં ખળભળાટ મચાવ્યો છે. હાલ ગુજરાતમાં પોલીસ અને વહિવટીતંત્ર દ્વારા રાજ્યભરના અમાજીક તત્વોના ગેરકાયદેસરના બાંધકામો ઉપર બુલડોઝર ફેરવાઇ રહ્યા છે ત્યારે ડો.ભરત કાનાબારે બુલડોઝર જસ્ટિસને જસ્ટિસ ગણાવ્યો નથી અને અસામાજીક તત્વોના પરિવારોને બેઘર કરવાની વૃત્તી પર પ્રહાર કર્યા છે.
ડો.કાનાબારે ટ્વીટમાં લખ્યું છે કે બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ ! અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવી તેના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનારા આપણે સૌ આપણા ઘરની બારીનો એક કાચ તૂટે તો પણ હલબલી જઈએ છીએ !! ચોમાસામાં છત પરથી ક્યાંક થોડું અમથું પાણી ચુવે તો જેમની ઊંઘ હરામ થઇ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ના રહે તે જોયા પછી પણ નિરાંતે ઊંઘી શકીએ છીએ. પરપીડનનો આ પિશાચી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલો પૂછીએ. પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તે માટે તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય ? મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઉભું હોય તો પણ તેને હટાવતા પહેલા નિયમાનુસાર પુરી પ્રોસિજર કરવી ના જોઈએ ?
ડો. કાનાબાર અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે અને પ્રદેશ નેતા પણ છે. તેમણે કરેલા આ ટ્વીટથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનિય છે કે ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત તમામ ભાજપ શાસિત રાજ્યોમાં અસામાજીક તત્વોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત પોલીસે કરેલી કાર્યવાહીમાં ગુજરાત ભરના ઘણા અસામાજીક તત્વોના ગેરકાયદેસરના મકાનો અને ઓફિસો તોડી પડાઇ હતી. ડો.કાનાબારનું આ ટ્વીટ સૂચક છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!