ભાજપના શહેર-જિલ્લાના પ્રમુખ બનવા મુરતીયાઓનો રાફડો ફાટ્યો...
પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકરો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. રાજ્યભરમાં સવારથી ચાલી રહી છે પ્રક્રિયા

ભાજપના શહેર-જિલ્લાના પ્રમુખ બનવા મુરતીયાઓનો રાફડો ફાટ્યો...

ભાજપના શહેર-જિલ્લાના પ્રમુખ બનવા મુરતીયાઓનો રાફડો ફાટ્યો...
ગુજરાત ભાજપમાં શહેર અને જિલ્લાના પ્રમુખ માટે આજે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. બપોરે દોઢ વાગ્યા સુધી પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકરો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે. પ્રમુખ પદ માટે કાર્યકરોનો રાફડો જોવા મળી રહ્યો છે.
આજે ગુજરાત ભાજપના સંગઠન પર્વ દરમિયાન શહેર જિલ્લાના પ્રમુખપદ માટેની ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, સુરત શહેર તમામ મહાનગરો અને જિલ્લાના મુખ્યમથકો પર આવેલા ભાજપના કાર્યાલયમાં સવારે 9.30 વાગ્યાથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપ કાર્યાલયોમાં આ સેન્સ પ્રક્રિયા માટે ગુજરાત ભાજપ દ્વારા પ્રતિનીધીઓ પણ મોકલવામાં આવ્યા છે.
બપોરે દોઢ વાગ્યા સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે, પ્રમુખપદ માટે જે લાયકાત પક્ષ દ્વારા નક્કી કરાઇ છે તે લાયકાત ધરાવનારા કાર્યકરો પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી શકશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા આ તમામ નામો પ્રદેશ કક્ષાએ મોકલાશે. રાજકોટમાંથી મંડળના પ્રમુખ માટે 6 હજાર દાવેદારોએ ફોર્મ ભર્યા છે.
અમદાવાદ શહેર જિલ્લા ઉપરાંત સુરત અને વડોદરા શહેર જિલ્લા સહિત તમામ મહાનગરો અને જિલ્લાના મુખ્યમથકે ચાલી રહેલી આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કાર્યકરો દાવેદારી માટે ઉમટી પડ્યા છે. કેટલાક મહાનગરોમાં તો જૂથવાદ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વડોદરામાં જૂથવાદ વકરી રહ્યો છે. આવતીકાલે શહેર અને જિલ્લાના પ્રમુખોના નામની ચર્ચા માટે સંકલનની બેઠક મળશે.
ઉલ્લેખનિય છે કે ભાજપ દ્વારા સંગઠનની સંરચના બાદ સદસ્યતા અભિયાન, સક્રિય કાર્યકર્તા અભિયાન બાદ મોટાભાગના વોર્ડ અને મંડલ પ્રમુખની નિમણૂક કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવનાર છે. આ બાબતે કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં શહેર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં શહેર અને જિલ્લાના પ્રમુખની નિમણૂકો માટેના નિયમો નક્કી કરવા ચર્ચા કરવામાં આવી હતી. બંધ બારણે મળેલી બેઠકમાં મનપા અને જિલ્લા પ્રમુખોની નિમણૂકને લઈ ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં 45 થી 60 ની વયના કાર્યકર્તાઓને પ્રમુખ બનાવવામાં આવશે. સંગઠનમાં સતત 7 વર્ષથી વધુ સક્રિય કાર્યકર્તાઓને અગ્રિમતા આપવામાં આવશે. જ્ઞાતિ સમીકરણમાં વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. 4 અને 5 જાન્યુઆરીના રોજ તમામ જિલ્લામાં સેન્સ પ્રક્રિયા યોજાશે. 6 જાન્યુઆરીએ કમલમ ખાતે બેઠક કરીને અંતિમ નામ નક્કી કરાશે. જ્યારે 10 જાન્યુઆરી સુધીમાં શહેર અને જિલ્લા પ્રમુખની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
શહેર અને જિલ્લા પ્રમુખ માટેની દાવેદારીના નિયમો
1. વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ. જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. (સક્રિય સદસ્યતા પહોંચ - સક્રિય સદસ્યતા કાર્ડ - સક્રિય નંબર સાથે જી
જિલ્લા/મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર)
2.જિલ્લા/મહાનગર પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જિલ્લા/પ્રદેશ સ્તરે જિલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવું જોઈએ. (ફરજીયાત)
3. જિલ્લા/મહાનગર પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે.
4. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્ની)
5. જે જિલ્લા/મહાનગર પ્રમુખ સતત બે ટર્મ જિલ્લા/મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને રીપીટ કરવામાં આવશે નહીં.
6. જિલ્લા/મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ (આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે).
7. પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?