જૂનાગઢના જૂના અખાડાના મહંત મહેશગીરી સહિત 4 સાધુઓને પદભ્રષ્ટ કરાયા
અંબાજી મંદિર ગાદી અને ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદને લઈ થયો હતો વિવાદ

મહેશગીરી સહિત 4 સાધુઓને પદભ્રષ્ટ

મહેશગીરી સહિત 4 સાધુઓને પદભ્રષ્ટ
ઘણાં સમયથી ભવનાથમાં ચાલી રહેલા અંબાજી મંદિરના ગાદી વિવાદ અને ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદને લઈને વિવાદમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીની ભૂમિકા બહાર આવી હતી. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ ખોટી રીતે સહી સિક્કા કરાવી લઈ ગાદી હડપવાનો પ્રયાસ કર્યો હતો. 6 મહિનાથી ચાલી રહેલા વિવાદ બાબતે મહાકુંભમાં જૂના અખાડા દ્વારા મહેશગીરી સહિત ચાર સાધુઓને પદભ્રષ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જૂનાગઢના ભવનાથમાં અંબાજી મંદિરની ગાદીનો વિવાદ વકર્યો છે. અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા મહંત મહેશગીરીએ તેના પર દાવો કરતા વિવાદ થયો હતો. પહેલેથી વિવાદમાં રહેલા મહેશગીરી સામે મહાકુંભમાં જૂના અખાડાના બંધારણ મુજબ પદભ્રષ્ટ કરવાનો નિર્ણય કરાયો છે. મહેશગીરી સાથે મહાદેવગીરી, અમૃતગીરી અને કનૈયાગીરીને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે.
મહંત મહેશગીરીએ જૂના અખાડા પરિષદના સેક્રેટરી હરીગીરી સામે ભવનાથ મંદિર હડપ કરવા માટે 5 કરોડ રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કરતો લેટર બોંબ ફોડ્યો હતો. જેમાં જૂનાગઢના બે પૂર્વ કલેક્ટર પણ વિવાદમાં આવ્યા હતા. મહેશગીરીએ અંબાજી મંદિરના મહંત તનસુખગીરીના ખોટા સહી સિક્કા કરી પોતાને મંદિરના ગાદીપતિ ગણાવ્યા હતા. તેથી ગાદી માટે ખેંચતાણ શરૂ થઈ હતી. તમામ વિવાદોને પગલે જૂના અખાડા દ્વારા હાલ મહેશગીરી સહિત ત્રણ મહંતોને સસ્પેન્ડ કરાયા છે.
અખાડાના નિયમો મુજબ જો કોઈ સાધુ દિક્ષા લીધા બાદ વિવાદમાં સપડાય તો તેને પદભ્રષ્ટ કરવામાં આવે છે. સાધુ દિક્ષા લીધા બાદ વિવાહ કરી લે, કોઈની હત્યા કરે અથવા દુષ્કર્મ, છેડતી જેવા કેસમાં પકડાય તો તેને અખાડામાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. અખાડામાંથી પદભ્રષ્ટ કર્યા બાદ તેમના પર ભારતીય બંધારણ પ્રમાણે કલમ લગાવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.
આ ઉપરાંત અખાડાના બે સભ્યોને અંદરો અંદર ઝઘડો થાય, છાવણીમાંથી કોઈનો સામાન ચોરી કરતા પકડાય, દેવસ્થાનને અપવિત્ર કરે, વર્જિત સ્થાન પર પ્રવેશ કરે અથવા અખાડાના સ્ટેજ પર કોઈ અપાત્ર ચડી જાય તો તેને અખાડાની કોર્ટ દ્વારા સજા આપવામાં આવે છે. અખાડાના કાયદાનું પાલન નહી કરનારને સસ્પેન્ડ કરવામાં આવે છે.
ભાજપ અને બે કલેક્ટરો સામે આક્ષેપ કરાયો હતો
જૂનાગઢમાં ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરીના દેહવિલય પછી મહંત પદ માટે શરૂ થયેલી ખેંચતાણમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ જૂના અખાડાના એક લેટરનો બોંબ ફોડ્યો હતો. જેમાં વર્ષો પહેલાં અખાડા પરિષદના સેક્રેટરી હરિગીરીએ ભવનાથ મંદિર હડપ કરવા માટે ભાજપના નેતાઓ, સાધુ સંતો, જૂનાગઢના 2 પૂર્વ કલેકટર રાહુલ ગુપ્તા અને આલોકકુમાર પાંડેને 8 કરોડ રૂપિયા આપ્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મજાની વાત તો એ છે કે, બંને કલેક્ટરોને લાખો રૂપિયા અપાયા હોવાનો જે પત્રમાં ઉલ્લેખ છે એ પત્રમાં ખુદ જૂનાગઢની કલેકટર કચેરીનો ‘ખરી નકલ’નો સિક્કો લગાવવામાં આવ્યો છે. આરટીઆઇ હેઠળ આ પત્ર નવેમ્બર 2021 માં કલેક્ટર રચિત રાજના કાર્યકાળ દરમિયાન અપાયો હતો. હાલમાં આ પત્રને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?