'હાઇડ્રોજન બોમ્બ' આવે છે, BJP સાવધાનઃ રાહુલ ગાંધી
અણુ બોમ્બ પછી હવે હાઇડ્રોજન બોમ્બનો વારો, મોદી જનતાને ચહેરો બતાવી શકશે નહીં: રાહુલ ગાંધી
બિહારના પટણામાં 'વોટર અધિકાર યાત્રા' દરમિયાન રાહુલ ગાંધી
બિહારના પટણામાં 'વોટર અધિકાર યાત્રા' દરમિયાન રાહુલ ગાંધી
બિહારના પટણામાં મતદાર અધિકાર યાત્રાનું સમાપન કરતી વખતે રાહુલ ગાંધીએ ભાજપને ચેતવણી આપી હતી કે, મહાદેવપુરામાં 'મત ચોરી'ના રૂપમાં અણુ બોમ્બ પછી હવે હાઇડ્રોજન બોમ્બનો વારો છે. જેના પછી નરેન્દ્ર મોદી દેશના લોકોને પોતાનો ચહેરો બતાવી શકશે નહીં.
બિહારના સાસારામથી શરૂ થયેલી રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રાનું સોમવારે(1 સપ્ટેમ્બર) પટણામાં સમાપન થયું છે. આ પ્રસંગે, ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ રેલી કરી હતી. જાહેર સભાને સંબોધતા લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપને ચેતવણી આપી હતી કે હવે અણુ બોમ્બ કરતાં પણ મોટો હાઇડ્રોજન બોમ્બ આવી રહ્યો છે. મત ચોરી વિશે દેશ તમારી સત્યતા જાણવા જઈ રહ્યો છે. બિહાર એક ક્રાંતિકારી રાજ્ય છે અને તેણે આખા દેશને સંદેશ આપ્યો છે કે અમે મત ચોરી થવા દઈશું નહીં. હાઇડ્રોજન બોમ્બ પછી નરેન્દ્ર મોદી દેશના લોકોને પોતાનો ચહેરો બતાવી શકશે નહીં.
રાહુલે કહ્યું કે, મહાદેવપુરામાં 'મત ચોરી'ના રૂપમાં અણુ બોમ્બ ફેંક્યા પછી અમે ટૂંક સમયમાં હાઇડ્રોજન બોમ્બ લાવીશું. જેમણે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી તેઓ લોકશાહી અને બંધારણની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેમને હત્યા કરવા દઈશું નહીં. અમે દેશ સમક્ષ 'મત ચોરી'ના પુરાવા રજૂ કર્યા છે. મત ચોરી એટલે લોકોના અધિકારો, લોકશાહી અને ભવિષ્યની ચોરી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2024 માં ગેરરીતિઓના દાવાઓનો 'અણુ બોમ્બ' ફોડતાં બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા બેઠકની એક વિધાનસભામાં એક લાખથી વધુ નકલી મતદારો દ્વારા ચૂંટણીમાં ગોટાળાનો દાવો કર્યો હતો.
તેમણે ઉમેર્યુ કે, અમારા લોકોએ કાગળની મતદાર યાદીમાંથી સરનામું અને ફોટો મેચ કરીને કામ કર્યું અને પછી પુરાવા દેશની સામે મૂક્યા. તેમાં 17-17 કલાક લાગ્યા. હું બિહારના યુવાનોને કહેવા માંગુ છું કે મત ચોરી એટલે અધિકારોની ચોરી, અનામતની ચોરી, લોકશાહીની ચોરી, યુવાનોના ભવિષ્યની ચોરી. તેઓ ફક્ત મત નથી લઈ રહ્યા, પરંતુ તમારી જમીન અને રેશનકાર્ડ છીનવી અદાણી-અંબાણીને આપશે.
મહાત્મા ગાંધીની હત્યા કરનારી શક્તિઓ ગાંધી અને આંબેડકરના બંધારણને મારી નાખવાનો પ્રયાસ કરી રહી છે. એટલા માટે અમે બિહારમાં પ્રવાસ કર્યો છે અને તમારો મોટો ટેકો મળ્યો છે. બિહારના બધા યુવાનો ઉભા થઈ ગયા છે. આ દરમિયાન રાહુલે 'વોટ ચોર' ના નારા પણ લગાવ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપના લોકોએ મતદાર અધિકાર યાત્રાની વચ્ચે કાળા ઝંડા બતાવ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે ધ્યાનથી સાંભળો. હાઇડ્રોજન બોમ્બ એટમ બોમ્બ કરતાં પણ મોટો છે. ભાજપના લોકો તૈયાર થઈ જાઓ. હાઇડ્રોજન બોમ્બ આવી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા